MCX ડેઈલી રિપોર્ટ : સીપીઓ, રબર, મેન્થા તેલમાં સુધારો, કપાસ અને કોટનમાં ઘટાડો

- text


સોનાના ભાવમાં રૂ.390 અને ચાંદીમાં રૂ.243ની નરમાઈ

બુલડેક્સ વાયદામાં 82 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 117 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,49,939 સોદાઓમાં કુલ રૂ.11,534.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.390 અને ચાંદીમાં કિલોદીઠ રૂ.243ની નરમાઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ, રબર, મેન્થા તેલમાં સુધારા સામે કપાસ અને કોટન ઘટી આવ્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 82 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 117 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 68,227 સોદાઓમાં કુલ રૂ.3,960.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,600 અને નીચામાં રૂ.48,600ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.390 અથવા 0.8 ટકા ઘટી રૂ.48,600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.10 અથવા 0.03 ટકા ઘટી રૂ.38,890 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 અથવા 0.04 ટકા ઘટી રૂ.4,800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,710ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,842 અને નીચામાં રૂ.70,329ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.243 અથવા 0.34 ટકા ઘટી રૂ.70,567ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 52,409 સોદાઓમાં કુલ રૂ.3,445.96 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,018ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,064 અને નીચામાં રૂ.5,008ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.32 અથવા 0.64 ટકા વધી રૂ.5,043 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.20 અથવા 0.99 ટકા વધી રૂ.224.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,484 સોદાઓમાં રૂ.351.32 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1296ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1296 અને નીચામાં રૂ.1294ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.9 અથવા 0.69 ટકા ઘટી રૂ.1295ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.23,630ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.23,650 અને નીચામાં રૂ.23,510ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.60 અથવા 0.25 ટકા ઘટી રૂ.23,630ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1121ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1138.80 અને નીચામાં રૂ.1118.60ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ..70 અથવા 0.06 ટકા વધી રૂ.1128.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.51 અથવા 0.3 ટકા વધી રૂ.17,157 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.6.70 અથવા 0.73 ટકા વધી રૂ.921.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,194 સોદાઓમાં રૂ.1,910.46 કરોડનાં 3,930.159 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 53,033 સોદાઓમાં કુલ રૂ.2,050.49 કરોડનાં 289.994 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ..08 કરોડનાં 12 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 443 સોદાઓમાં રૂ.33.55 કરોડનાં 14,200 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,937 સોદાઓમાં રૂ.314.51 કરોડનાં 28,030 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,096.974 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 577.414 ટન, તેમ જ કપાસ 40 ટન, મેન્થા તેલ 47.88 ટન, રબર 232 ટન, રૂ (કોટન) 1,92,675 ગાંસડી, સીપીઓ 70,930 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,296 સોદાઓમાં રૂ.102.19 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 680 સોદાઓમાં રૂ.54.31 કરોડનાં 722 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 616 સોદાઓમાં રૂ.47.88 કરોડનાં 641 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,267 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 912 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,066ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,077 અને નીચામાં 14,995ના સ્તરને સ્પર્શી, 82 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 12 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટી 15,054ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,952ના સ્તરે ખૂલી, 117 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 55 પોઈન્ટ અથવા 0.37 ટકા વધી 14,965ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 7,375 સોદાઓમાં રૂ.599.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.79.88 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43.37 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.474.82 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.401 ખૂલી, ઊપરમાં રૂ.415 અને નીચામાં રૂ.385 રહી, અંતે રૂ.3 અથવા 0.73 ટકા ઘટી રૂ.410 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.75,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.472 ખૂલી, ઊપરમાં રૂ.474 અને નીચામાં રૂ.394 રહી, અંતે રૂ.88 અથવા 17.46 ટકા ઘટી રૂ.416 થયો હતો.

ક્રૂડ તેલ જૂન રૂ.5,100 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.83 ખૂલી, ઊપરમાં રૂ.107.90 અને નીચામાં રૂ.83 રહી, અંતે રૂ.10.50 અથવા 11.55 ટકા વધી રૂ.101.40 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300 ખૂલી, ઊપરમાં રૂ.314 અને નીચામાં રૂ.277 રહી, અંતે રૂ.26 અથવા 9.45 ટકા વધી રૂ.301 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.65,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.202 ખૂલી, ઊપરમાં રૂ.248 અને નીચામાં રૂ.142 રહી, અંતે રૂ.13.50 અથવા 7.01 ટકા ઘટી રૂ.179 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.5,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.120 ખૂલી, ઊપરમાં રૂ.122.50 અને નીચામાં રૂ.101.30 રહી, અંતે રૂ.16 અથવા 12.61 ઘટી રૂ.110.90 થયો હતો.

- text