મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ 28 સામે કાર્યવાહી

- text


કફર્યુ ભંગ કરતા 4, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા ડઝનેક રીક્ષા ચાલકો તેમજ રેકડી અને દુકાન ધારકો સામે કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે બુધવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના જાહેરનામાના ભંગ બદલ 28 સામે કાર્યવાહી કરી હતી. જેમાં કફર્યુ ભંગ કરતા 4, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા ડઝનેક રીક્ષા ચાલકો તેમજ રેકડી અને દુકાન ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબીમાં રાત્રી કફર્યુ ભંગ કરતા બે રીક્ષા ચાલકો સહિત 4 લોકો, માસ્ક વગર વેપાર કરતા વેપારી તેમજ જાહેરમાં માસ્ક વગર નીકળેલા 2, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમભંગ બદલ 7 રીક્ષા ચાલકો, વાંકાનેરમાં સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમભંગ બદલ બે રીક્ષા ચાલક, ઈંડાની લારીના સંચાલક તેમજ માસ્ક વગર નીકળેલા 2, માળીયા (મી) માં માસ્ક વગર ધંધો કરી વેપાર સ્થળે વધુ ભીડ એકત્ર કરનાર શાકભાજીની દુકાન, અનાજ કરીયાણાની દુકાન, હેર સલૂનની દુકાનના માલિક, હળવદમાં માસ્ક સહીતના જાહેરનામાનો ભંગ કરતા એક રીક્ષા ચાલક, ફ્રૂટની લારીના ધારક તેમજ ટંકારામાં નિયમ કરવા વધુ મુસાફરો બેસાડી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરતા તુફાન જીપના ચાલક, ઇકો કારચાલક અને બે રીક્ષા ચાલક સામે પોલીસે નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text