શિક્ષકોના જીપીએફ એકાઉન્ટ ઓપન કરવા ડીડીઓ સમક્ષ રજૂઆત કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

- text


જી.પી.એફ. એકાઉન્ટ બાબતે ઘટતું કરવાની ખાત્રી આપતા જિલ્લા વિકાસ અધિકારી

મોરબી : મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યાના આઠ વર્ષ બાદ પણ પ્રાથમિક શિક્ષકોના જીપીએફ એકાઉન્ટનો પ્રશ્ન ન ઉકેલાતા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા ડીડીઓને રજુઆત કરાતા ડીડીઓ દ્વારા યોગ્ય ઉકેલની ખાતરી આપવામાં આવી છે.

મોરબી જિલ્લાની રચના વર્ષ-૨૦૧૩ માં થયેલ છે. જેને આઠ વર્ષ જેટલો સમય થયો છે. વખતોવખત રજુઆત કરવા છતાં આજદિન સુધી મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ રાજકોટ ખાતે અને હળવદ તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને આમરણ ચોવીસી વિસ્તારના ગામોના જામનગર ખાતે જુના જિલ્લાઓમાં હજુ સુધી ચાલતા હોય જી.પી.એફ. કપાત કરવામાં ફાઈનલ અને પાર્ટ ફાઈનલ ઉપાડમાં અને નિવૃત્તિના લાભો મેળવવામાં ખૂબજ મુશ્કેલીઓ પડે છે.

તેમજ અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં જિલ્લા ફેર થઈને આવેલ શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ રાજકોટ ખાતે ખોલવાની ના પાડતા હોય, ઘણા બધા શિક્ષકોની જી.પી.એફ. કપાત છેલ્લા ત્રણ વર્ષથી થતી ન હોય, બચત થતી ન હોય ઇન્કમટેક્ષમાં મોટી રકમ ભરવી પડે છે. તેમજ મોરબી કે રાજકોટ જિલ્લામાં જી.પી.એફ. એકાઉન્ટ ઓપન થતા ન હોય અન્ય જિલ્લામાંથી શિક્ષકો પોતાનું જી.પી.એફ. એકાઉન્ટ પણ તબદીલ કરી શકતા નથી. શિક્ષકોને ખુબજ આર્થિક નુકસાન થાય છે.

- text

આવી અનેકાનેક મુશ્કેલીઓ હોય મોરબી જિલ્લામાં જ જી.પી.એફ. એકાઉન્ટ ઓપન કરવા માટે અથવા આ પ્રક્રિયામાં સમય લાગે એમ હોય તો જિલ્લા ફેરથી મોરબી આવેલ શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ રાજકોટ ખાતે ખોલવા માટે યોગ્ય કરવા દિનેશભાઈ વડસોલા, અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા, મંત્રી પ્રદીપભાઈ કુહાડીયા, સિનિયર કાર્યાધ્યક્ષ હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી, સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ મોરબી તાલુકા યુનિટ વગેરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકરો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેને મળી રજુઆત કરેલ હતી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.

- text