મોરબી : ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પાકા બનાવવાની માંગ

- text


ઓવરબ્રિજ અને સર્વિસ રોડનું ઝડપથી કામ પૂરું કરવા માર્ગ અને મકાન વિભાગને વીએચપી આગેવાને કરી રજુઆત

મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ બાયપાસ ઉપર ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરી દરમિયાન અહીંનો સર્વિસ રોડને મજબુત બનાવવા તેમજ આ સર્વિસ રોડ અને ઓવરબ્રિજનું ઝડપથી કામ પૂરું કરવા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી તેમજ મોરબી કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી કે, મોરબી શહેરના પ્રવેશદ્રારે આવેલા ભક્તિનગર સર્કલ ઉપર હાલ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડ ખૂબ મહત્વના હોવાથી ડામર રોડ અથવા સિમેન્ટ કોંક્રેટથી પાકો બનાવવા અને પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. જો પાણીનો યોગ્ય રીતે નિકાલ નહિ થાય તો ગત ચોમાસા જેવી જ વર્ષે પણ કપરી હાલત થશે.

વધુમાં સર્વિસ રોડ અને ઓવરબ્રિજના કામ વહેલી તકે પૂરું થાય તે માટે ઝડપી કામગીરી કરવાની માંગ કરી છે. કારણકે હાલમાં સર્વિસ રોડ જ એસટી બસો, ખાનગી વાહનો અને રાહદારીઓ માટે એકમાત્ર રસ્તો છે. તેથી સર્વિસ રોડ ઉબડ ખાબડ નહિ પણ યોગ્ય લેવેલે પાકો બનાવવા માંગ ઉઠાવી છે.

- text