ટંકારા : ઝેરી દવા પીને યુવકનો આપઘાત

- text


યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મુત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેનું રાજકોટમાં સારવાર દરમિયાન મુત્યુ થયું છે.

- text

નેસડા (સુ.) ગામમાં વિનયભાઇ ભિમાણીની વાડીમાં રહી મજૂરી કામ કરતા 25 વર્ષીય ભીમસીંગ સોમસીંગ સોંલકીએ ગત તા. 28ના રોજ રાત્રીના નવેક વાગ્યે વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલે તા. 30ના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text