અમને પણ માસ પ્રમોશન આપો : ધો. 10ના રીપીટર વિદ્યાર્થીઓની માંગ

- text


હળવદ મામલતદારને કરાઈ રજુઆત : રીપીટર વિદ્યાર્થીઓના હિતમાં પણ નિર્ણય લેવા અપીલ

હળવદ : તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી ને ધ્યાને લેતા ધોરણ-૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે ધોરણ ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓએ મામલતદારને રજૂઆત કરી તેઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આજ રોજ હળવદના વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ધોરણ ૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય આવકાર્ય છે. તેની સાથે સાથે ધોરણ ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓને પણ આ નિર્ણયનો લાભ મળવો જોઈએ.

- text

વધુમાં, જણાવ્યું હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર બેથી ચાર વિષયમાં જ નાપાસ જાહેર થયેલ હોય છે, તેવા વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં આપની સમીક્ષા બેઠકમાં ચર્ચા વિચારણા કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે તો એક આશાનું કિરણ સમાન દીકરા-દીકરીઓ પાસ થઈ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ અભ્યાસ કરી પોતાના પરિવારને મદદરૂપ બની રોજગાર મેળવી શકે તે હેતુ સાર્થક કરવા ધોરણ ૧૦ના ગુજરાતભરના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામા આવે તેવી અપીલ છે.

 

- text