બે ભાઈ વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને ધારીયાના ઘા ઝીકાયા

- text


ટંકારાના સરાયાની ઘટના

એક શખ્સ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા-લતીપર રોડ ઉપર આવેલ સરાયા ગામના પાટીયા પાસે બે ભાઈ વચ્ચેના ઝઘડામાં સમજાવવા માટે વચ્ચે પડેલા યુવાનને એક શખ્સે ધારીયાના ઘા ઝીકયા હતા. આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અને આ બનાવ અંગે યુવાને એક શખ્સ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજેશભાઇ હરીભાઇ સારેસા (ઉ.વ.35, ધંધો-મજુરી, રહે. ગામ હિરાપર, જુના ઝાપા પાસે, તા.ટંકારા) એ આરોપી હકુડો સંધી (રહે.સરાયા, તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.29 ના રોજ ટંકારા-લતીપર રોડ ઉપર આવેલ સરાયા ગામના પાટીયા પાસે આરોપી પોતાના ભાઇ સાથે ઝગડો કરતો હોય જે ફરીયાદીનો મીત્ર હોય જેથી, ફરીયાદી વચ્ચે પડી તેઓને ઝઘડો નહી કરવા સમજાવા જતા આરોપીએ પોતાની પાસે રહેલ ધારીયાથી ફરીયાદીને માથામા ધારીયાનો એક ઘા મારી ઇજા કરી તેમજ શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ sc/st સેલના ડીવાયએસપી એમ.આઇ.પઠાણ ચલાવી રહ્યા છે.

- text