છોટા હાથીએ ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા બાળકનું મોત

- text


ટંકારાના હરબટિયાળી નજીકની ઘટના 

મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધાયો

ટંકારા : ટંકારાના હરબટયાળી ગામે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર છોટાહાથી વાહને રીક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠલા એક બાળકનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય મુસાફરોને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે છોટાહાથી વાહનના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અરવિંદભાઇ રૂપસિંગભાઇ હઠીલા (ઉ.વ.35, ધંધો-ખેતી, રહે.મજુરી, રહે.,સજનપર(ઘુ), બાબભાઇ ચકુભાઇ દેસાઇની વાડીમા, તા. ટંકારા) એ આરોપી છોટાહાથી (ટાટા એસ) નં જી.જે.૩૬ વી ૮૨૩૪ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.29 ના રોજ હરબટયાળી ગામે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આરોપી ટાટા એસ છોટા હાથી ફોરવ્હીલર વાહન રજી નં જી.જે. ૩૬ વી ૮૨૩૪ ના ચાલકે તેના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે રોંગ સાઇડમા ચલાવી ફરીયાદી જે રીક્ષામા બેસેલ તે રીક્ષા નં જી.જે.૦૩ બી.યુ. ૬૩૭૬ ને હડફેટે લેતા રીક્ષામાં બેસેલ ફરીયાદી તથા અન્ય પેસેન્જરોને નાની મોટી ઇજાઓ તેમજ રીક્ષામા બેસેલ ફરીયાદીના પુત્ર વંશ (ઉ.વ.11) ને ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ટંકારા પીએસઆઇ એ.વી.ગોંડલીયા ચાલવી ફહ્યા છે.

- text