મોરબીમાં ઘોડા ડોકટરને ઝડપી લેતી એસઓજી ટીમ

- text


ટંકારાના વિરપરનો શખ્સ રંગપર-બેલા રોડ પાસે ઓમ મેડીસન નામે દવાખાનુ ચલાવતા હતો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના ઘોડા ડોકટરને આજે એસઓજી ટીમે રંગપર બેલા રોડ ઉપરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલ બોગસ તબીબોને શોધી કાઢવા મળેલી સુચનાને પગલે કામગીરીમાં હતા ત્યારે ટીમના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ વાધડિયા અને યોગેશદાન ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી મળતા રંગપર પીએચસીના તબીબી અધિકારી ડો. કિરણ વિડજાને સાથે રાખી મોરબી તાલુકાના રંગપર-બેલા રોડ પર આવેલ કોયો સીરામીકની સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડિગ્રી વગર આરોપી કિરીટ કેશવજીભાઇ રાચરીયા (ઉ.વ.37, રહે. વિરપર, તા.ટંકારા) વાળાને મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કી.રૂ.17,853 સાથે મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

- text

આ કામગીરી એસઓજી સ્ટાફના એએસઆઈ રણજીતભાઇ ગઢવી, કિશોરભાઇ મકવાણા, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા, રસિકભાઇ કડીવાર, પોલીસ કોન્સ્ટેબલ ધર્મન્દ્રભાઇ વાધડિયા, સતિષભાઇ ગરચર, યોગેશદાન ગઢવી, સંદિપભાઇ માવલા, મહિલા લોકરક્ષક પ્રિયંકાબેન પૈજાએ કરેલ હતી.

- text