ટંકારાના ઈ-ધરા કેન્દ્રમાં પુનઃ કામગીરી શરૂ કરો : બાર એસો.ની રજુઆત

- text


સાથેસાથે ૭/૧૨, ૮અ કાઢવાની કામગીરી તથા એ.ટી.વી.ટી. અને આધાર કાર્ડની કામગીરી સત્વરે શરૂ કરવાની માંગ

ટંકારા : ટંકારાની મામલતદાર કચેરીમાં આવેલ ઈ-ધરા કેન્દ્રની કામગીરી તથા ૭/૧૨, ૮અ.કાઢવાની કામગીરી તથા એ.ટી.વી.ટી. તથા આધાર કાર્ડની કામગીરી સત્વરે શરૂ કરવાની માંગ સાથે ટંકારા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ટંકારાના મામલતદારને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે, ટંકારાની મામલતદાર કચેરીમાં સરકારશ્રી તરફથી લોકડાઉન શરૂ થયુ ત્યારથી એટલે કે આશરે એક મહિનાથી ટંકારા મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં ઓનલાઈન અરજી સિવાયની નવી અરજીઓ લેવાની કામગીરી બંધ છે. તેમજ જમીન ના ૭/૧૨, ૮અ કાઢવાની કામગીરી તેમજ એ.ટી.વી.ટી.કચેરી પણ બંધ છે. આ બાબતે છેલ્લે તારીખ ૩૧ મે સુધી આ કામગીરી બંધ રાખવા કલેકટર કચેરી મોરબીના પરિપત્ર મુજબ હુકમ કરવામાં આવેલ છે. પરંતુ તા. ૨૧ મેથી વેપાર-ધંધા માટે પણ આંશિક છુટ જાહેર થયેલ છે. પરંતુ એ.ટી.વી.ટી. કચેરીમાં નીકળતા જમીન ના ૭/૧૨, ૮અની કામગીરી બંધ હોવાથી ખેડુતોને પાક ધિરાણ મેળવવાના આ સમયગાળામાં ૭/૧૨, ૮અ મેળવવા માટે ખેડુતોને હેરાન થવું પડે છે.

- text

જયારે ટંકારા સબ.૨જીસ્ટાર કચેરીમાં દસ્તાવેજની કામગીરી ચાલુ હોય અને દસ્તાવેજ થયા બાદ એન્ટ્રીની કામગીરી બંધ હોય તેમજ વિશેષમાં જણાવવાનુ કે મોરબી જીલ્લામાં ઈ-ધરા કેન્દ્ર તથા ૭/૧૨, ૮અ મેળવવાની કામગીરી ચાલુ થાય તે બાબતે રેવન્યુ વકિલ મંડળ મોરબીએ પણ તા.૨૧ મેના રોજ કલેકટર તથા મામલતદાર મોરબીને આવેદન આપેલ છે. આથી, ટંકારા બાર એસોશીએશનની માંગ છે કે ઈ-ધરા કેન્દ્રમાં તમામ અરજી સ્વીકારવાની અને ૭/૧૨, ૮અ મળવાની તથા એ.ટી.વી.ટી. સેવાસદનની તમામ કામગીરી શરૂ કરવા વકિલો, ખેડુતો, ઉદ્યોગપતિઓ અને જાહેર જનતાના હિતમાં સોશીયલ ડિસ્ટન્સનુ પાલન થાય તે રીતે ઉપરોકત સેવાઓ સત્વરે શરૂ કરવા જણાવ્યું છે.

- text