વઘાસીયામાં રોંગ સાઇડથી આવતા બાઈકને ટ્રકે હડફેટે લીધું

- text


અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર, બાઇકસવાર બેને ઇજા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામમાં રોંગ સાઇડથી આવતા બાઈકને ટ્રકે હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇકસવાર બે લોકોને ઇજા થઇ હતી. અને અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો.

- text

વાંકાનેરમાં વઘાસીયા ટોલનાકા પાસે આરોપી ટ્રક રજી. નં.UP-78-FN-2525ના ચાલકે ટ્રક ગફલતભરી રીતે આગળનું ધ્યાન રાખ્યા વગર ચલાવી ફરિયાદી મામદભાઇ જુમાભાઇ માકવાણી તથા ઝાલાભાઇ ટપુભાઇ સરૈયા પોતાનું મોટર સાયકલ રજી. નં.GJ-3-AP-5139 ચલાવીને રોંગ સાઇડે આવતા હોય તેની સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. ફરીયાદી મામદભાઇને માથામાં કપાળે અને ડાબા પગે છોલાયેલની ઇજા તેમજ ડાબા હાથમાં કોણીના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી. તેમજ ઝાલાભાઇને માથામાં ગંભીર ઇજા તેમજ હાથે-પગે છોલાય ગયું હતું. ટ્રકનો ચાલક અકસ્માત બાદ ટ્રક મુકીને નાશી ગયો હતો. વાંકાનેર સીટી પોલીસે મામદભાઇની ફરિયાદ નોંધી ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text