મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ TPEOનું અભિવાદન કરાયું

- text


મોરબી : સમગ્ર ગુજરાત રાજ્યના જુદાં-જુદાં તાલુકાઓમાં બીટ કેળવણી નિરીક્ષક તરીકે કાર્યરત અને ટી.પી.ઈ.ઓ.ના વધારાના ચાર્જમાં ફરજ બજાવતા 155 જેટલા કેળવણી નિરીક્ષકને તદ્દન હંગામી કામચલાઉ ધોરણે વર્ગ-૨માં બઢતી આપવાનો આદેશ થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ TPEOનું અભિવાદન કરાયું હતું.

મોરબી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિયુક્ત થનાર અનુભવી, હસમુખા, શિક્ષકોના મિત્ર અને માર્ગદર્શક, મળતાવડા સ્વભાવના એવા ચંદ્રકાન્ત સી. કાવરને મોરબી તાલુકા ગ્રામ્ય અને શહેર વિસ્તારની તમામ પ્રાથમિક શાળા પરિવાર વતી મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ બી. આદ્રોજા અને મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધીરૂભાઈ જાકાસણીયા દ્વારા આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ મોરબીના સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ, ધર્મેન્દ્રભાઈ કાવઠિયા, મહાદેવભાઈ રંગપડીયા, કિરીટભાઈ અઘારા દ્વારા સી. સી. કાવર તેમજ ટીમ ટંકારાના ગોરધનભાઈ ચીકાણી, ચેતનભાઈ ભાગીયા, ડાયાલાલ બારૈયા વિનુભાઈ સુરાણી દ્વારા ડી.આર.ગરચર અને રસિકભાઈ ભાગીયા એચ.ટા.ટ. આચાર્યને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપતા બંનેનું સ્વાગત કરાયું હતું. અને હળવદ ખાતે મહેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ ગોહિલ, હસમુખભાઈ પરમાર, હિતેશભાઈ જાદવ, મહેશભાઈ પંચાલ, જીતેન્દ્રભાઈ રકમ્પરા વગેરેએ દિપાબેનને આવકાર્યા હતા.

વધુમાં, માળીયાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે શર્મિલાબેન હુંમલ, જે. જી. વોરાની નિમણુંક વાંકાનેર તાલુકાના ટી.પી.ઈ.ઓ. તરીકે થયેલ છે. પણ હાલ એમની તબિયત નાદુરસ્ત હોય સી. સી. કાવર પાસે વધારોનો ચાર્જ છે. આમ, તમામ TPEOનું અભિવાદન કરાયું હતું. અને સૌ સાથે મળી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાની ભાવના વ્યક્ત કરવા આવી હતી.

- text

- text