મોરબીના મચ્છીપીઠમાં જૂથ અથડામણ : એક પોલીસ જવાન પણ ઘાયલ

- text


વીસથી વધુ લોકો સામે ગુનો નોંધી પોલીસે કડક કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રે મચ્છીપીઠમાં મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં પોલીસ જવાનને પણ ઇજા પહોંચી છે. આથી, પોલીસ જવાને પોતે ફરિયાદી બની સાત મહિલાઓ સહીત કુલ વીસ લોકો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે રાત્રે 10-30 વાગ્યા આસપાસ મોરબી શહેરમાં મચ્છીપીઠ વિસ્તારમાં અજાણ્યા કારણોસર બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં બંને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. અને સોડા બાટલીના ઘા ઝીંક્યા હતા. આથી, અમુક લોકોને સામાન્ય ઇજા થઇ હતી. તેમજ બંને જૂથોએ એકબીજાના ઘરમાં જઈ તોડફોડ કરી નુકસાન કર્યું હતું.

- text

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે પોલીસ વેનના ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ યશવંતસિંહ પ્રવિણસિંહ ઝાલાને માથાના ભાગે ઇજા થઇ હતી. આ બનાવમાં પોલીસે આરોપીઓ અહેમદ કટિયા, સપ્પુભાઈ કટિયા, અકબર કટિયા, રહેમાન કટિયા, જાનબાઇ રહેમાન કટિયા, નુરમામદ કટિયા, સલીમભાઈ કટિયા, સારબાઈ કટિયા, નિઝામ કટિયા, જાનબાઇ નિઝામભાઈ કટિયા, ઈકબાલભાઈ કટિયા, ઝમીલાબેન કટિયા, મુસ્તાકભાઈ કટિયા તેમજ ગુલબાનુબેન ભટ્ટી, હૈદરઅલી ભટ્ટી, રોશનબેન ભટ્ટી, ઉમરભાઈ ભટ્ટી, મહેબૂબ ભટ્ટી, ઇમરાનભાઈ ભટ્ટી અને ફાતિમાબેન ભટ્ટી સામે વિવિધ કલમો મુજબ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

- text