મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ

- text


મોરબી : તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી ગયું છે. હવામાન વિભાગે પણ આ મામલે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેની અસરને પગલે મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text