મોરબીમાં વોડકા દારૂની બોટલો ભરેલ રીક્ષા સાથે એકની અટકાયત

- text


મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા વોડકાની બોટલો ભરેલ રીક્ષા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

- text

ગત તા. 14ના રોજ મોરબી શહેરમાં નવલખી રોડ-કુબેરનગર રોડના નાલા પાસેથી મિથુન ઉર્ફે હેમંત મોહનલાલ કોરી (ઉ.વ. 27)ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ આધાર વગર સી.એન.જી રીક્ષાનં.જી.જે.૩૬-યુ.-૨૮૮૫માં ભારતીય બનાવટના વિદેશી દારૂ વોડકાની 19 બોટલો (કિ.રૂ. 5700) રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂ તથા રીક્ષા મળી કુલ રૂ. 75,700નો મુદામાલ કબ્જે કર્યો છે. અને વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રિક્ષામાં હેરાફેરી કરતા આરોપી સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text