મોરબીના ચાંચાપરમાં ચામડાતોડ 20 ટકા વ્યાજ વસૂલવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ

- text


રો-મટીરીયલના ધંધાર્થીએ બે વ્યાજંકવાદીઓના ત્રાસથી ફીનાઇલ ગટગટાવી લેતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ

મોરબી : મોરબીના ચાચાપર ગામે રહેતા રો મટીરીયલના ધંધાર્થીએ 20 ટકા ચામડાતોડ વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ ચૂકવી દેવા છતાં બે વ્યાજંકવાદીઓએ વારંવાર નાણાંની ઉઘરાણી કરી ધાક ધમકી આપતા કંટાળી જઈ ફીનાઇલ ગટગટાવી લેતા પોલીસે સારવારમાં રહેલા યુવાનની ફરિયાદના આધારે મોરબી અને કોયલીના વ્યાજખોરો સામે ગુન્હો નોંધ્યો છે.

- text

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ચાચાપર ગામે રહેતા વિશાલભાઇ પ્રાણજીવનભાઇ સનીયારા, ઉવ.૨૭ નામના ધંધાર્થીએ નિર્મળભાઇ, રહે.દલવાડી સર્કલ નજીક મોરબી તેમજ લખનભાઇ ગોગરા, રહે.કોયલી વાળા પાસેથી 20 ટકા વ્યાજે નાણાં લીધા હતા અને સમયસર 20 ટકા વ્યાજ આપી દેવા છતા બન્ને વ્યાજખોર આરોપીઓ દ્વારા અવાર નવાર ફરિયાદીના ઘરે આવી વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ફોનમાં ધાક ધમકી આપતા ભોગ બનનાર વિશાલભાઈએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું.

આ ઘટનામાં મોરબી તાલુકા પોલીસે વ્યાજખોરોનો ભોગ બનેલા વિશાલભાઈ સનીયારાની ફરિયાદના આધારે બન્ને વ્યાજંકવાદીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text