MCX વીકલી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 329 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 718 પોઈન્ટની મૂવમેન્ટ

- text


ક્રૂડ તેલના ઓપ્શન્સનાં કામકાજમાં 62 ટકાના ઉછાળા સાથે સોમવારે રૂ. 1,756 કરોડના ઊંચા વેપાર નોંધાયા
ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,208નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ સોનું રૂ.157 નરમ : તાંબા સિવાયની બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક ઘટાડોઃ
ક્રૂડ તેલ બેરલદીઠ રૂ.118 લપસ્યુ : કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા : સીપીઓ, રબર, કપાસમાં તેજીનો માહોલ : મેન્થા તેલ ઢીલુ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7 થી 13 મેના સપ્તાહ દરમિયાન 23,86,434 સોદાઓમાં કુલ રૂ.1,72,993.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો સપ્તાહ દરમિયાન 10 ગ્રામદીઠ રૂ.157 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.1,208 ઘટ્યો હતો. તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.118 લપસ્યો હતો. આ સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. સીપીઓ, રબર અને કપાસમાં સુધારા સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 329 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના મે વાયદામાં 718 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

દરમિયાન, ટ્રેડરોએ આ સપ્તાહે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં વિશેષ રસ દાખવ્યો હતો, જેના લીધે ક્રૂડ ઓપ્શન્સનું કામકાજ જે આગલા સપ્તાહે રૂ.4,669 કરોડનું હતું, તે 62.96 ટકા ઊછળીને રૂ.7,610 કરોડના સ્તરે પહોંચ્યું હતું. આ સાથે સોમવારે એક્સચેન્જ પર ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં 29,974 સોદાઓમાં કુલ રૂ.1,756.65 કરોડનાં 36,32,700 બેરલ્સના ઊંચા વેપાર નોંધાયા હતા. અમેરિકામાં સાઈબર એટેક પછી પાઈપલાઈન ખોરવાઈ છે, તે ઝડપથી રાબેતા મુજબની થવાની આશાએ સોમવારે ક્રૂડ તેલના ભાવમાં ઊંચા ભાવથી નરમાઈ જોવા મળી હતી, જેના લીધે સ્થાનિકમાં હેજિંગમાં વિશેષ રસ જોવાયો હતો.

વિશ્વબજારની વાત કરીએ તો, આ લખાઈ રહ્યું છે ત્યારે યુએસ ડોલર ઈન્ડેક્સ 90.70ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકામાં બોન્ડ યિલ્ડ-વળતર 1.65 ટકાના સ્તરે બોલાતું હતું. અમેરિકન ડોલર રૂ.73.41, બ્રિટીશ પાઉન્ડ રૂ.103.14 અને યુરો રૂ.88.74ના સ્તરે બોલાઈ રહ્યા હતા. યુએસ ટ્રેઝરી યિલ્ડના ઘટાડાને લીધે સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનું એક અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું હતું. સોનું ઔંશદીઠ 1822 ડોલર અને ચાંદી ઔંશદીઠ 27.05 ડોલર બોલાતા હતા. અમેરિકામાં જોબલેસ ક્લેઈમ 4.90 લાખની અપેક્ષા સામે આગલા 5.07 લાખથી 34,000 ઘટી 4.73 લાખના સ્તરે રહ્યાના સમાચાર હતા. ગયા અઠવાડિયે બહુ ઓછા અમેરિકનોએ બેકારીના લાભ માટે નવા દાવા દાખલ કર્યા હતા. એપ્રિલમાં પ્રોડ્યુસર પ્રાઈસ અપેક્ષા કરતાં વધુ વધ્યો હતો. યુએસ કન્ઝ્યુમર પ્રાઈસના બુધવારના આંકડા ગયા મહિનામાં લગભગ 12 વર્ષમાં સૌથી વધુ ઊછળ્યા છે, જેણે ફુગાવા અને સંભવિત વ્યાજદરમાં વધારાની ચિંતા વધારી છે. રોકાણકારોની નજર હવે શુક્રવારે જાહેર થનારા યુ.એસ.ના રિટેલ વેચાણના આંકડા પર મંડાયેલી છે.

હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 12,25,037 સોદાઓમાં કુલ રૂ.64,837.09 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,654ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,144 અને નીચામાં રૂ.47,211ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.107 અથવા 0.33 ટકા ઘટી રૂ.47,438ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 અથવા 0.08 ટકા ઘટી રૂ.38,111 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 અથવા 0.17 ટકા ઘટી રૂ.4,714ના સ્તરે બંધ થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,540 ખૂલી, રૂ.84 અથવા 0.18 ટકા ઘટી રૂ.47,452ના સ્તરે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.71,650ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,699 અને નીચામાં રૂ.70,100ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,208 અથવા 1.69 ટકા ઘટી રૂ.70,473ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,164 અથવા 1.62 ટકા ઘટી રૂ.70,527 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,156 અથવા 1.61 ટકા ઘટી રૂ.70,527ના સ્તરે બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં 2,56,914 સોદાઓમાં રૂ.46,659.66 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.3.90 અથવા 1.95 ટકા ઘટી રૂ.195.90 અને જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.85 અથવા 1.23 ટકા ઘટી રૂ.229.65ના સ્તરે બંધ થયો હતો. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.8.95 અથવા 1.16 ટકા વધી રૂ.779.60 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.45.40 અથવા 3.42 ટકા ઘટી રૂ.1,282 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.3.90 અથવા 2.22 ટકા ઘટી રૂ.171.60ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 7,29,633 સોદાઓમાં કુલ રૂ.45,830.31 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.4,796ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4,893 અને નીચામાં રૂ.4,640ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.118 અથવા 2.46 ટકા ઘટી રૂ.4,672 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.70 અથવા 1.25 ટકા વધી રૂ.218.30ના સ્તરે બંધ થયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં 15,101 સોદાઓમાં રૂ.2,278.81 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1255ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1264 અને નીચામાં રૂ.1250.50ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.20 અથવા 1.61 ટકા વધી રૂ.1262.50ના સ્તરે બંધ થયો હતો.

આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.21,930ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.22,420 અને નીચામાં રૂ.21,810ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.410 અથવા 1.88 ટકા વધી રૂ.22,260ના સ્તરે બંધ થયો હતો.

સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1224ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1249 અને નીચામાં રૂ.1210.40ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.28.30 અથવા 2.33 ટકા વધી રૂ.1243ના સ્તરે બંધ થયો હતો.

રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.379 અથવા 2.19 ટકા વધી રૂ.17,721 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.7.90 અથવા 0.81 ટકા ઘટી રૂ.966.10ના સ્તરે બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,38,257 સોદાઓમાં રૂ.27,944.50 કરોડનાં 58,494.455 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 9,86,780 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.36,892.59 કરોડનાં 5,157.665 ટનના વેપાર થયા હતા.

બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.3,052 કરોડનાં 1,51,770 ટન, જસતના વાયદાઓમાં રૂ.6,043.51 કરોડનાં 2,56,840 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.24,222.79 કરોડનાં 3,06,123 ટન, નિકલના વાયદાઓમાં રૂ.11,708.55 કરોડનાં 88,713 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,632.81 કરોડનાં 93,200 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,90,903 સોદાઓમાં રૂ.22,646.05 કરોડનાં 4,74,69,000 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,38,730 સોદાઓમાં રૂ.23,184.26 કરોડનાં 1,07,19,28,750 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ..43 કરોડનાં 68 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 3,857 સોદાઓમાં રૂ.493.31 કરોડનાં 2,22,950 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 10,997 સોદાઓમાં રૂ.1,777.75 કરોડનાં 1,45,320 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,043.846 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 432.506 ટન, એલ્યુમિનિયમ 8,450 ટન, જસત 10,535 ટન, તાંબુ 10,9900 ટન, નિકલ 2,9190 ટન, સીસું 5,685 ટન, ક્રૂડ તેલ 6,97,700 બેરલ્સ અને નેચરલ ગેસ 3,10,98,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 24 ટન, મેન્થા તેલ 33.48 ટન, રબર 217 ટન, રૂ (કોટન) 2,34,925 ગાંસડી, સીપીઓ 73,170 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 24,654 સોદાઓમાં રૂ.2,088.68 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 13,280 સોદાઓમાં રૂ.1,096.03 કરોડનાં 14,603 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 11,374 સોદાઓમાં રૂ.992.65 કરોડનાં 12,781 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 931 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 887 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ મે વાયદો 15,015ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,174 અને નીચામાં 14,845ના સ્તરને સ્પર્શી, 329 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 107 પોઈન્ટ અથવા 0.71 ટકા ઘટી 14,894ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ મે વાયદો 15,432ના સ્તરે ખૂલી, 718 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 157 પોઈન્ટ અથવા 1.02 ટકા ઘટી 15,215ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,35,093 સોદાઓમાં રૂ.11,299.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,327.14 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.359.70 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,610.22 કરોડનાં કામકાજ થયાં હતાં.

સપ્તાહના અંતે સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું મે રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.228 ખૂલી, ઊપરમાં રૂ.238 અને નીચામાં રૂ.197 રહી, અંતે રૂ.38 અથવા 14.64 ટકા ઘટી રૂ.221.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.75,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,128.50 ખૂલી, ઊપરમાં રૂ.1,200.50 અને નીચામાં રૂ.1,100 રહી, અંતે રૂ.221.50 અથવા 16.16 ટકા ઘટી રૂ.1,149 થયો હતો. ક્રૂડ તેલ મે રૂ.4,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.73 ખૂલી, ઊપરમાં રૂ.73 અને નીચામાં રૂ.30 રહી, અંતે રૂ.100.30 અથવા 75.3 ટકા ઘટી રૂ.32.90 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું મે રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300 ખૂલી, ઊપરમાં રૂ.350 અને નીચામાં રૂ.234 રહી, અંતે રૂ.16.50 અથવા 6.26 ટકા ઘટી રૂ.247 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,394.50 ખૂલી, ઊપરમાં રૂ.1,475 અને નીચામાં રૂ.1,301 રહી, અંતે રૂ.210 અથવા 18.33 ટકા વધી રૂ.1,355.50 થયો હતો. ક્રૂડ તેલ મે રૂ.4,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.43 ખૂલી, ઊપરમાં રૂ.112.50 અને નીચામાં રૂ.43 રહી, અંતે રૂ.63.60 અથવા 246.51 વધી રૂ.89.40 થયો હતો.

- text