મોરબી : મૃત વૃદ્ધની યદુનંદન યુવા ગ્રુપ તથા બાપા સીતારામ ગ્રુપે શોધખોળ કરી પરિવારના હાથે અગ્નિસંસ્કાર કરાવ્યો

- text


મોરબી : મોરબી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે નવા બસસ્ટેન્ડ ખાતે મિથિલીન બ્લુનું નિ:શુલ્ક વિતરણ દરમિયાન અશક્ત વૃદ્ધનો ભેટો થયો હતો અને સંજોગો વશાત આ વૃદ્ધનું મૃત્યુ નિપજતા તેમના પરિવારનો સંપર્ક કરી વૃદ્ધની અંતિમવિધિમાં નિમિતરૂપ બન્યા હતા.

જેમાં યદુનંદન ગ્રુપ મોરબી દ્વારા બે દિવસીય મિથિલીન બ્લુ વિતરણ કેમ્પ દરમ્યાન ગ્રુપની નજરમાં એક વૃદ્ધ મળી આવ્યા હતા. અને તેમની હાલત ગંભીર હોવાથી વૃદ્ધની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે વૃદ્ધ જુનાગઢના હોવાનું જણાવ્યું હતું. જેથી મોરબી યદુનંદન યુવા ગ્રુપે પોસ્ટ બનાવી સોશ્યલ મિડિયા પર મુકવામાં આવી હતી. સાથે બાપાસીતારામ ગ્રુપ જૂનાગઢ મળી વૃદ્ધના પરિવારજનોની શોધખોળ આદરી હતી. હાલત વધુ ખરાબ હોવાથી યદુનંદન યુવા ગ્રુપે 108 ટીમને જાણ કરતા ટીમ દોડી આવો હતી. પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધ મૃત્યું પામ્યા હતા.

- text

મોરબી યદુનંદન ગ્રુપ તથા બાપાસીતારામ ગ્રુપની મહામહેનતે પરિવારજનો પરિચય મેળવ્યો હતો. અને વૃદ્ધનું નામ ભાણજીભાઈ ગોંવિદભાઈ ટાંક હોવાનું જણાયું હતું. અને પરિવારજનોને જાણ થતાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાણજીભાઈ ટાંક ઘણાં વર્ષોથી ઘરેથી નીકળી ગયેલ હતા. જ્યારે યદુનનંદન યુવા ગ્રુપે ભાણજીભાઈનું અવસાન થયું હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી સિવિલ હોસ્પીટલમાં સેવા આપતા હસીનાબેન લાડલાએ મૃતદેહને જુનાગઢથી આવેલ પરિવારજનોને શોંપી પરિવારના હાથે અગ્નિસંસ્કાર અપાયેલ હતા. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મિથિલીન બ્લુ વિતરણ કરતું યદુનંદન યુવા ગ્રુપે એક સેવા સાથે મૃત વૃદ્ધના પરિવારજનોના હાથે અગ્નિસંસ્કાર અપાવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

- text