વાંકાનેરમાં નાણાંની ઉઘરાણી મામલે વેપારીને માર માર્યો

- text


બે શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં રૂપિયાની ઉઘરાણી મામલે વેપારીને બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે એ બનાવ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાકીરહુશેન ઉર્ફે રાધે નુરમામદભાઇ મકવાણા (ઉ.વ.૩૨ ધંધો.વેપાર રહે.લક્ષ્મીપરા શેરી નં.૦૩ વાંકાનેર)એ આરોપીઓ ઇમરાન આરબ (રહે વાંકાનેર ખોજાખાના વાળી શેરી), ઇનાયત પીપરવાડીયા (રહે. લક્ષ્મીપરા વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૬ ના રોજ રાત્રીના બારથી સવા બારેક વાગ્યાના સુમારે વાંકાનેર ગ્રીનચોક પાસે મશાયખી ચેમ્બર્સ ફરીયાદીપાસે એક આરોપી ૧૫૦૦ રૂપિયા માંગતો હોય જે રૂપીયા દેવા માટે પોતાની ઓફીસે બોલાવતા ફરિયાદી ત્યા જતા અને માંગણા પૈસા આપી દેવા છતા ફરિયાદીને આરોપી બેફામ ગાળો દેવા લાગતા ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ બન્ને આરોપીઓએ ધોકા વતી ફરિયાદીને આડેધડ માર મારતા શરીરે મુંઢ ઇજાઓ કરી તેમજ કપાળમાં તથા માથાના ભાગે ફુટ ઇજાઓ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text