હળવદ : ટ્રેકટરમાં રીપેરીંગ કરવા ગયેલા યુવકનું ટ્રેકટર હડફેટે મોત

- text


હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામમાં ટ્રેકટરમાં રીપેરીંગ કરવા ગયેલા યુવકનું ટ્રેકટર હડફેટે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ગત તા. 4ના રોજ સાંજના 6 વાગ્યાના અરશામાં ધનાળા ગામમાં તળાવ પાસે ટ્રેકટર નં. જી.જે.૩૬ આર.૯૩૫૫ની લારીના ટાયરમાં પંચર પડતા મેહુલભાઇ, દેવાભાઇના ટ્રેકટરમાં મજુરી કામે ગયેલ હતા. તે વખતે ટ્રેકટરના ચાલકે ટ્રેકટર ગફલતભરી રીતે ચલાવી ત્યાં ઉભેલા મેહુલભાઇને હડફેટે લીધા હતા. આથી, મેહુલભાઈને ઇજા થતા તેનું મોત નિપજયુ હતું. આ અકસ્માત બાદ ટ્રેક્ટરચાલક ટ્રેકટર લઇ ભાગી ગયો હતો. આ બનાવ અંગે મૃતક મેહુલભાઇના ભાઈ કરશનભાઇ જેસિંગભાઇ કડીવારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે ટ્રેક્ટરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text

- text