મોરબીના ઓક્સિજન પ્લાન્ટનો એક કરોડનો સ્વખર્ચે વીમો ઉતારી દેતી પશ્ચિમ ઇન્સ્યોરન્સ કંપની

- text


માનવતાના મહાયજ્ઞમાં સેવા કાર્યને બિરદાવી પ્લાન્ટનો વીમો ઉતાર્યો

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન દ્વારા માનવતાના મહાયજ્ઞમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન માટે દર-દર ભટકવું ન પડે તે માટે યુદ્ધના ધોરણે માત્ર પાંચેક દિવસના ગાળામાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરતાં આ ઓક્સિજન પ્લાન્ટને સુરક્ષિત કરવા પશ્ચિમ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી દ્વારા સ્વ ખર્ચે રૂપિયા એક કરોડનો વીમો ઉતારી આપવામાં આવ્યો છે.

મોરબીમાં પશ્ચિમ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી નેમિશભાઈ મહેતા દ્વારા મોરબી સિરામિક એસોસિએશન નિર્મિત એસર ગ્રેનાઈટો કંપની ખાતેના ઓક્સિજન પ્લાન્ટનો રૂપિયા એક કરોડનો વીમો ઉતારી આપવામાં આવ્યો છે. તેમને જણાવ્યું હતું કે મોરબીમાં કોરોના મહામારી વચ્ચે પેશન્ટને ઓક્સિજન માટે ખુબ જ મુશ્કેલી ભોગવવી પડી હતી. ત્યારે દૈનિક 1000 ઓક્સિજન બોટલ ભરી શકાય તેવો ઓક્સિજન રિફિલ પ્લાન્ટ શરૂ કરી સિરામિક એસોસીએશને માનવતાનો મહાયજ્ઞ શરૂ કર્યો છે. જેમાં આહુતિ રૂપે નેમિશભાઈ મહેતાએ પબ્લિક લાયબીલીટી વીમો ઉતારવાનો મોકો આપતા સ્વ ખર્ચે વીમો ઉતારી ધન્યતા અનુભવી હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text

- text