મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખડેપગે સેવા આપતું વિહિપ-બજરંગદળ

- text


સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા : વિહિપ કાર્યકર દ્વારા ઓક્સિજનની પણ સુવિધા

મોરબી : હાલમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ મહામારીને પહોંચી વળવા યથાશક્તિ યોગદાન આપી રહી છે. ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની ટીમ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખડેપગે રહી સેવા આપી રહી છે.

મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની ટીમ વિહીપ મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા, બજરંગ દળ-મોરબી શહેર સંયોજક ચેતનભાઈ પાટડીયા તથા ચિરાગભાઈ પરમાર, જીતુભાઈ ચાવડા, વિક્રમભાઈ શેઠ, કરણભાઈ પરમાર તથા કાર્યકર્તા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલે કરવામા આવતા સેવાકીય કાર્ય જેવા કે પોઝિટિવ દર્દીના દરેક બેડ આગળ જઈને નાસ્તો ચા-પાણી તથા જમવાનું આપવા જાય છે. મોરબી સિવિલ હોસ્પિટલ નીચે કમ્પાઉન્ડમાં કેમ્પમાં પણ સેવા આપે છે. આ ભગીરથ કાર્ય છેલ્લા ૨૦-૨૫ દિવસથી સતત ચાલુ છે.

વિહીપ-બજરંગદળ ના ૧૦-૧૫ કાર્યકર્તા ૨૪ કલાક મોરબી સિવીલ હોસ્પિટલે હાજર હોય છે અને ત્યાં દાખલ દર્દીઓની સેવા કરે છે તથા કોઈપણ દર્દીને કંઈ પણ મુશ્કેલી હોય તો તેનું સમાધાન પણ વિહીપની ટિમ દ્વારા કરવામાં આવે છે. વિહીપ હોદ્દેદારો દ્વારા કોરોના મહામારી અને સંકટની પરિસ્થિતિમાં લોકોને ઓકસીજનની જરૂરીયાત હોય તો એ પણ પુરી કરવામાં આવે છે. કોઈ દર્દીને હોસપીટલમા ઓકસીજન બેડની જરૂર હોય કે વેનટીલેટરવાળા બેડની જરૂર હોય કે દવા અને ઇન્જેક્શનની જરૂર હોય, શક્ય હોય ત્યાં સુધી મોરબી કે મોરબીની બહાર વ્યવસ્થા કરી આપવામા આવે છે.

વિહીપની ટિમના હોદ્દેદાર પકંજભાઈ દ્વારા ઓકસીજનના ૨ મશીન પોતે ખરીદી નિ:શુલક સેવામા આપવામાં આવ્યા છે. ઓકસીજનની બોટલ તથા વાલવ કિટ સાથે આપવામા આવેલ છે. વિહીપ શહેર મંત્રી કમલભાઇ દવે, કૃષપભાઈ રાઠોડ, ભાવિકભાઈ ભટ્ટ દ્વારા હોસપીટલમા દર્દીઓ માટે મોરબીમા જગ્યા ના મળે તો મોરબી બહાર જગ્યા કરી આપવામા આવે છે. તેમ વિશ્વ હિંદુ પરિષદના પ્રચાર-પ્રસાર મોરબી શહેર સંયોજક ભાવિક હરિશભાઈ ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text