વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ કોવિડ કેર સેન્ટર ખાતે દસ દર્દીઓ રિકવર થયા

- text


દાતાઓને ધન્યવાદ આપી ભાવુક બનતા દર્દીઓ

વાંકાનેર : વાંકાનેરનાં ગાયત્રી શક્તિપીઠ કોવિડ કેર સેન્ટરમાંથી અત્યાર સુધીમાં દસ જેટલા દર્દીઓ રિકવર થતાં રજા આપવામાં આવી હતી અને અહીંથી સાજા થઈ ઘરે પરત ફરી રહેલા દર્દીઓએ દાતાઓને હૃદયથી શુભાશિષ પાઠવી ભાવુક બની વિદાય લીધી છે.

અગ્રણી ઉદ્યોગપતિ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલનાં સહયોગથી 50 બેડનું કોવિડ કેર સેન્ટર ગાયત્રી શક્તિપીઠ ખાતે કાર્યરત છે. જ્યાં માત્ર કોરોનાનાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલ તમામ બેડ ફૂલ થઈ જતાં જે દર્દીઓની તબિયત રિકવર થઈ રહી છે. તેને તબીબી પરીક્ષણ બાદ જ અહીંથી રજા આપવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં અહીંથી દસ જેટલા દર્દીઓને રજા અપાઈ છે.

ગુલાબનાં ફુલો અર્પણ કરી દર્દીઓને જ્યારે રજા આપવામાં આવે છે ત્યારે દર્દીઓ પણ ભાવુક બની જાય છે. અહીં સારવાર, દવા, જમવા સહીતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. અહીં પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ, વાંકાનેર), હિરેનભાઈ પારેખ, હર્ષભાઈ પટેલ, ચેતનભાઈ ગોસ્વામી, ઋષિભાઈ દર્દીઓની લાગણીસભર સેવા કરી રહ્યા છે. તબીબોમાં ડૉ. એ.જે. મસાકપૂત્રા, ડૉ. સરફરાજ શેરશિયા, ડૉ. મેહરિન પરાસરા, ડૉ. પ્રદીપ ભલગામડિયા, ડૉ. તબસૂમ વડાવિયા, ડૉ. અભિષેક પરસાણીયા સતત સારવાર આપી રહ્યા છે.

- text

- text