મોરબી : બેલા (રંગપર) ગામે આજથી જય અંબે કોવિડ કેર સેન્ટરનો આરંભ

- text


મોરબી : મોરબી જિલ્લામાં દાતાઓના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા ખાનગી કોવિડ કેર સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને બેલા (રંગપર)માં આજથી કોવિડ કેર સેન્ટરનો આરંભ થયો છે.

કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા તથા મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાની આગેવાનીમાં જય અંબે સેવા ગ્રુપ દ્વારા જય અંબે કોરોના કેર સેન્ટર આજે તા. 16થી શરૂ કરવામાં આવેલ છે. આ કોવિડ કેર સેન્ટર બેલા (રંગપર)માં પટેલ સમાજ વાડી ખાતે શરુ કરાયું છે. જેમાં દાખલ થનારે દર્દીનું આધાર કાર્ડ, દર્દીને મુકવા આવનારનું આધાર કાર્ડ, દર્દીનો પોઝિટીવ રિપોર્ટ અથવા સિટી સ્કેન રિપોર્ટ, કોવીડ પ્રોફાઈલ રિપોર્ટ, અગાઉ ડૉકટરને બતાવેલ હોય તો તેના કાગળો, જરૂરી કપડા તથા ટુવાલ, કાયમી લેતા હોય તે દવાઓ અને ઓઢવા-પાથરવા માટે ચાદર અને ઓછાળ સાથે લાવવાના રહેશે. આ કોવિડ કેર સેન્ટરનો હેલ્પલાઇન નંબર 70165 83070 પર સંપર્ક કરી શકાશે.

- text

- text