વાંકાનેરના પલાસ ગામે આજથી 1 મે સુધી લોકડાઉન જાહેર

- text


તમામ દુકાનોમાં ઠંડા પીણાંનું વેચાણ બંધ કરવા તાકીદ, નિયમોના ભંગ બદલ થશે આકરી દંડનીય કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના આંતક મચાવતો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં વાંકાનેરના પલાસ ગામે આજથી 1લી મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથેસાથે તમામ દુકાનોમાં ઠંડા પીણાંનું વેચાણ બંધ કરવા તાકીદ કરી નિયમોના ભંગ બદલ આકરી દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય અમલી બનાવ્યો છે.

- text

વાંકાનેર તાલુકાના પલાસ ગામે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પલાસ ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પલાસ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આજથી 1 લી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આથી, ગામની દરેક દુકાનોમાં ઠંડા પીણાંનું વેચાણ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. આ નિયમનો અનાદર કરનારને રૂ. 1 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ લોકડાઉન દરમિયાન ગામનું ધાર્મિક સ્થળ વોહોત માતાનું મંદિર બંધ રહશે અને પલાસ ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

- text