મોરબી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને પરિવારજનો માટે ટોકન દરે ભોજન સેવા

- text


મોરબી : મોરબીમાં કોરોના પ્રકોપ વચ્ચે સરકાર ભલે નિર્દય બની હોય પણ સેવાભાવી લોકો ઉદાર હાથે સેવા કરવા આગળ આવી રહ્યા છે મોરબીના બે વેપારી મિત્રો દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને પરિવારજનો માટે માત્ર 20 રૂપિયાના ટોકન દરે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.

- text

મોરબી શહેરમાં કોરોના કે અન્ય કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિને મોરબી હોસ્પીટલમાં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલના કામ થી ત્યા રોકાવુ પડે તેમ હોય તેમના માટે બિલકુલ નજીવા દરે ફક્ત રૂ.20માં જમવાની વ્યવસ્થા જગદંબા સ્ટેશનરી, માધવ માર્કેટ, પટેલ છાત્રાલય રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, મોરબી દ્વારા કરવામાં આવી છે. વધુ વિગતો માટે બ્રિજેશ મહેતા, વ્યોમેશ મહેતા મોબાઈલ નંબર 925900400 અથવા 9099210000 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text