વાંકાનેરમાં નગરપાલિકા દ્વારા યુદ્ધનાં ધોરણે સેનિટાઇઝેશન શરૂ કરાયું 

- text


દિગ્વિજયનગર પેડક વિસ્તારમાં વધુ કેસ હોય સેનિટાઇઝેશન શરૂ કરાયું

વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ વચ્ચે હવે નગરપાલિકા તંત્ર પણ દોડતું થયું છે અને શહેરનાં દિગ્વિજય નગર વિસ્તારમાં યુધ્ધનાં ધોરણે સેનેટાઈજેશનની કામગીરી શરૂ કરાઈ છે.

મોરબી જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે વાંકાનેરમાં પણ તાવ, શરદી, ઉધરસનાં દર્દીઓ સારવાર માટે હડિયાપટી કરી રહ્યા છે. અમુક ખાનગી તબીબો પણ કોરોનાગ્રસ્ત થયા હોય ખાનગી દવાખાના પણ બંધ છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જથ્થો નહીં હોવાની રાડ ઉઠી છે. ત્યારે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ રીતસર ભગવાન ભરોસે બેઠા છે.

- text

ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરનાં દિગ્વિજય નગર વિસ્તારમાં વધુ કેસ હોય યુધ્ધનાં ધોરણે માર્ગો અને શેરીઓમાં સેનેટાઈજેશન શરૂ કરાયું છે. આ વિસ્તારના નગર સેવક બ્રિજરાજસિંહ ઝાલા, અમિતભાઈ સેજપાલ સતત સાથે રહી કામગીરી કરી રહ્યા છે. જોકે, શહેરનાં તમામ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં આ કામગીરી હવે જરૂરી બની છે.

- text