મોરબી : ડમ્પર ઉપરથી સમાન ઉતારતી વખતે ઇલેકટ્રીક લાઇનને અડકી જતા ચાલકનું મોત

- text


મોરબી : મોરબીના પાવડીયારી કેનાલ પાસે શ્રી રામ પ્લાઝા કોમ્પલેક્ષ સામે રોડની સાઈડમાં ડમ્પર ઉપરથી સમાન ઉતારતી વખતે 11 કે.વી ઇલેકટ્રીક લાઇનના તારને અકસ્માતે અડકી જતા ડમ્પર ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પાવડીયારી કેનાલ પાસે શ્રી રામ પ્લાઝા કોમ્પલેક્ષ સામે રોડની સાઈડમાં તા.૪ ના રોજ જેલસિંહ પંજુસિંહ ભુરીયા (ઉ.વ-21, રહે-હાલ સાઇવીન સીરામીક, સત્યમ કાટા પાસે, રંગપર ગામની સીમ, તા-જી-મોરબી, મુળ રહે-કુડલા, તા-જી-જાબુઆ-મધ્યપ્રદેશ) નામનો ડમ્પર ચાલાક ડમ્પરમા રાખેલ સામાન ઉતારવા માટે ડમ્પરની કેબીન ઉપર ચડતા ઉપર જતી 11 કે.વી ઇલેકટ્રીક લાઇનના તારને અકસ્માતે અડી જતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ.આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

- text