હળવદમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ:ઢવાણા ના શખ્સ વિરુદ્ધ નોંધાયો ગુનો

- text


ઢવાણા ગામે ૧૭ વર્ષથી માલિકીની જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ આકરી કાર્યવાહી

હળવદ: રાજ્ય સરકાર દ્વારા પારકી જમીન પચાવી પાડનારરા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ હળવદ તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો છે જેમાં ઢવાણા ગામે સરંભડા ના યુવાન ની છેલ્લા ૧૭ થી ૧૮ વર્ષથી જમીનનો કબજો કરીને લેનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

- text

આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઢવાણા ગામે રહેતા આરોપી સવજીભાઈ ત્રીકુભાઈ કોળી જે જેન્તીભાઈ ની માલિકીની સરવે નંબર ૪૫૬ પૈકી ૧ તથા ૪૫૬ પૈકી ૨ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરીઆ જમીન પર તારીખ ૧/૧/૨૦૦૩ થી તારીખ ૨/૪/૨૦૨૧ સુધી ગેરકાયદેસર કબજો રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ દાખલ થઇ છે

જેથી હળવદ પોલીસે પણ જમીન માફિયાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે ગુજરાત જમીન પચાવી પાડનાર પર (પ્રતિબંધ )અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩,૪,(૧)(૩),૫(ગ)મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- text