મોરબીમાં મહાપુરુષોની પ્રતિમાની સમયાંતરે સફાઈ કરવાની માંગ

- text


 

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબી નગરપાલિકા તંત્રને આવેદન અપાયું

મોરબી : મોરબી શહેરમાં આવેલી અનેક વીર અને મહાપુરોષોની પ્રતિમાની યોગ્ય જાળવણીના અભાવે દુર્દશા થઈ ગઈ છે. ખાસ કરીને મહાપુરોષોની પ્રતિમાની નિયમિત સફાઈ ન થતી હોવાથી પ્રતિમા પર ધૂળના ગંજ ખડકાઈ છે. આથી મહાપુરુષોની પ્રતિમાની સમયાંતરે સફાઈ કરવાની માંગ સાથેવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબી નગરપાલિકા તંત્રને આવેદન આપવામાં આવ્યું છે.

- text

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરના મુખ્ય ચોક અને રાજમાર્ગો ઉપર વર્ષોથી દેશ અને સમાજ માટે યોગદાન આપનાર વીર અને મહાપુરુષોની પ્રતિમા મુકવામાં આવી છે ખાસ કરીને લોકો તેમના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉદેશ સાથે આ પ્રતિમાઓ મુકવામાં આવી છે અને આ પ્રતિમાઓની યોગ્ય જાળવણી કરવાની તંત્રની જવાબદારી છે. ત્યારે શહેરમાં આવેલી મહાપુરુષોની પ્રતિમાની લાઈટ અને સાફ સફાઈ નિયમિત થતી ન હોય તેથી વીરપુરુષોનું માન સન્માન જળવાઈ તે માટેની તકેદારી રાખીને દર મહિને વીરપુરુષોની પ્રતિમાની યોગ્ય સાફ સફાઈ કરાવવાની માંગ કરી છે.

- text