વાંકાનેરનાં મિલપ્લોટથી રેલ્વેસ્ટેશનનાં મુખ્ય માર્ગનું કામ લાંબા સમયથી અધૂરું

- text


ડબલ ટ્રેક હોવા છતાં અધૂરા કામને લીધે એક જ તરફનાં માર્ગ પર ચાલવું પડે છે વાહન ચાલકોને

વાંકાનેર : વાંકાનેરનાં મિલપ્લોટથી રેલ્વે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગનું કામ લાંબા સમયથી અધૂરું પડેલું હોય સતત ટ્રાફિકથી ધમધમતા આ મુખ્ય માર્ગનાં કામને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વાંકાનેરનાં મિલપ્લોટ વિસ્તારથી રેલ્વે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર મજબૂત અને ડબલ ટ્રેક સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ એક તરફનાં અડધા માર્ગનું કામ લાંબા સમયથી અધૂરું પડેલું છે. આ માર્ગ રેલ્વે સ્ટેશનનો મુખ્ય માર્ગ હોય વાહનોથી સતત ધમધમતો રહે છે અને ડબલ ટ્રેક સિમેન્ટ રોડ બનાવાયો હોવા છતાં એક તરફનાં અડધા માર્ગનું કામ લાંબા સમયથી અધૂરું પડેલું હોય વાહન ચાલકોને આવક જાવક માટે એક તરફનાં માર્ગ ઉપર જ ચાલવું પડે છે.

- text

આ મુદ્દે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, આ કામ માટે જરૂરી સિમેન્ટનો જથ્થો પુરવઠા વિભાગમાથી મળેલ ન હોય સિમેન્ટ જથ્થો આવ્યે તાકીદે આ રોડનું અધૂરું કામ પૂરું કરવામાં આવશે. ત્યારે લાંબા સમયથી આ કામ અટવાયુ હોય વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

- text