મોરબીમાં એફઝેડ મોટર સાયકલ ઉપર દેશીદારૂની ખેપ મારતા મુન્નો ઝડપાયો

- text


મોરબી : મોરબી – હળવદ રોડ ઉપર નંબર વગરના યામાહા એફઝેડ મોટર સાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા મુન્ના નામના શખ્સને તાલુકા પોલીસે દબોચી લીધો હતો.

- text

મોરબી – હળવદ રોડ ઉપર આંદરણા ગામ પાસે કડકભગત હોટલ સામેથી તાલુકા પોલીસ ટીમે મુનાભાઇ દિલીપભાઇ ડેડાણીયા (ઉ.વ.૨૪, રહે- ત્રાજપર એસ્સારપંપની પાછળ) વાળા શખ્સને ૬૦ લીટર દેશી દારૂ અને નંબર વગરનું યામાહા એફઝેડ મોટરસાયકલ કિંમત રૂ. 25 હજાર સાથે દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- text