વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના

- text


 

કોંગ્રેસના બહુચર્ચિત સભ્ય સુરેશભાઈને ન્યાય સમિતિમાં સ્થાન મળ્યું

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકા પંચાયત સામાન્ય સભા મળી હતી જેમાં વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સાથે જ અરણીટીંબા બેઠકના કોંગ્રેસી સદસ્ય સુરેશભાઈને પણ ન્યાય સમિતિમાં સ્થાન મળ્યું છે.

આજે બપોરના બાર વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબા ઝાલાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીને બહાલી આપવામાં આવી હતી. તેમજ વહીવટદારે રજૂ કરેલા બજેટને બહાલી આપવામાં આવી હતી.

આજની આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબા ઝાલા તરફથી કારોબારી સમિતિ માટે 9 નામ રજૂ કર્યા હતા તેમની સામે કોંગ્રેસ તરફથી પણ નામો રજુ કરવામાં આવ્યા હતા જેથી બંનેમાં વારાફરતી મત લેવામાં આવ્યો હતા. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરફી 12 અને કોંગ્રેસ તરફ 9 હાથ ઊંચા થતા આમ તાલુકા પંચાયતના પ્રમુખે કારોબારી સમિતિ માટે રજૂ કરેલા 9 નામ બહુમતીથી મંજુર થયા હતા.

- text

જ્યારે સામાજિક ન્યાય સમિતિ માટે તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબા ઝાલાએ 5 નામો રજૂ કર્યા હતા જેની સામે કોંગ્રેસે પણ પોતાના નામો રાજુ કરતા જેમા મતદાન થતાં તાલુકા પંચાયતના પ્રમુખ તરફી 12 અને કોંગ્રેસ તરફ 9 હાથ ઊંચા થતા તાલુકા પંચાયતના પ્રમુખે રજુ કરેલ પાંચ નામો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર સામાન્ય સભાનું સંચાલન સભ્ય સચિવ અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખલા અને વી.અધિકાસરી એમ.વી.શેરસિયાએ કાર્ય હતું.

કારોબારી સમિતિમાં
1, જસ્મીનબેન જાહિદભાઈ બ્લોચ
2, દેવુબેન હનુભાઈ વીંઝવડીયા
3, લક્ષ્મણભાઈ ધનજીભાઈ ધોરીયા
4, રણજીતભાઈ નાનજીભાઈ વિરસોડિયા
5, મહિપાલસિંહ નિર્મલસિંહ જાડેજા
6, દીપકભાઈ જીણાભાઈ ગોધાણી
7, દેવુબેન રમેશભાઈ કાંજીયા
8, અમીનાબેન હુસેનભાઈ શેરસિયા
9, જિજ્ઞાશાબેન રાજેશકુમાર મેરનો સમાવેશ કરાયો હતો.

સામાજિક ન્યાય સમિતિમાં
1, પાયલબેન ભરતભાઈ બેડવા
2, સુરેશભાઈ અલખાજી બલેવીયા
3,લક્ષ્મીદાસ વિરદાસ મકવાણા (કોપ્ટ)
4, જેઠાભાઇ કરશનભાઈ વાઢેર (કોપ્ટ)
5, સાગરભાઈ પ્રવીણભાઈ મકવાણા (કોપ્ટ)ને સ્થાન અપાયું છે.

- text