ટંકારાના હીરાપર ગામે બાઈક ચોરી કરનાર બેલડી ઝડપાઇ

- text


લતીપર ચોકડી પાસેથી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બન્નેને ઝડપી લીધા

ટંકારા : ટંકારાના હીરાપર ગામે થોડા દિવસ પહેલા થયેલી બાઈક ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો અને ટંકારા નજીક લતીપર ચોકડી પાસેથી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બાઈક ચોરી કરનાર બે આરોપીને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધીકા ભારાઈ અને સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલાં વાહન ચારીના બનાવોને ટેક્નિકલ માધ્યમથી શોધી કાઢવા અને પોકેટ કોપ મોબાઈલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સૂચનાને પગલે ટંકારા પોલીસ મથકનો સ્ટાફ લતીપર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે સમયે બે શખ્સો નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને નીકળતા પોલીસે તેને અટકાવીને બકઈકના એન્જીનના ચેસીસ પરથી પોકેટ કોપ મોબાઈલ એપમાં ચેક કરતા આ બાઈકના નબર જી.જે 3 એચ.એન-3787 હોવાનું અને થોડા સમય પહેલા આ બાઇકની ટંકારા તાલુકાના હીરાપર ગામેથી ચોરી થયાનું ખુલ્યું હતું. આથી, પોલીસે આ બાઈક ચોરીના ગુનામાં બે આરોપીઓ સુરેશભાઈ ઇડલાભાઈ મહિડા અને સંજયભાઈ ઇડિયાભાઈ બાંભણીયાને ચોરાઉ બાઈક સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text