આરબીઆઇ અને સેબીએ હેજિંગ ફરજીયાત કરવું પડશે

- text


કોમોડિટી માર્કેટમાં અસરકારક જોખમ સંચાલન માટેનું પ્રથમ પગલું હેજિંગ છે.

મોરબી : કોમોડિટીના ભાવની વધઘટના જોખમનાં અસરકારક સંચાલન માટેનું પહેલું પગલું છે હેજિંગ છે ત્યારે કોમોડિટી માર્કેટમાં જોખમને ઓછું કરવા આરબીઆઇ અને સેબીએ હેજિંગના નિયમને જલ્દીથી લાગુ કરવા પડશે.

સામાન્ય રીતે હેજિંગ એ એક રક્ષણાત્મક અને સક્રિય પગલું છે, જેમાં લક્ષ્યાંકિત આવક અથવા નફાના સ્તરને પ્રાપ્ત કરવા માટે થનારી નુકસાનીને ટાળવા અથવા આવકના રક્ષણ માટે કેટલાંક કોન્ટ્રેક્ટ્સ કે પોઝિશન લેવામાં આવે છે. હેજિંગના ખર્ચ અને નુકસાન વચ્ચે સંતુલન જાળવી રાખવું તેને એક આદર્શ હેજ કહેવામાં આવે છે.

વિશ્વિક બજારોમાં કોમોડિટીના ભાવના જોખમને રહેવાસીઓ દ્વારા હેજિંગ માટેની ભારતીય રિઝર્વ બેન્કના વર્કિંગ ગ્રૂપ દ્વારા 16 નવેમ્બર, 2017ના રોજ જારી કરાયેલી માર્ગદર્શિકાના અહેવાલ મુજબ પ્રત્યેક કોમોડિટી બજારનું માળખું આગવું હોય છે અને તેનો આધાર તેની ઐતિહાસિક ઉત્ક્રાંતિ અને ઉત્પાદન પ્રક્રિયામાં તેના સંબંધિત મહત્ત્વ પર આધારિત હોય છે.

જેના ભાવ જોખમનું સંચાલન કરવાનું હોય તે કોમોડિટીઝને ચાર વર્ગમાં વહેંચી શકાય છે, જેમાં સમાવેશ થાય છે બેઝ મેટલ, કીમતી ધાતુઓ, ઊર્જા (એનર્જી) પ્રોડક્ટ્સ અને કૃષિ કોમોડિટીઝ.
(1) બેઝ મેટલ (એલ્યુમિનિયમ, તાંબુ, જસત, સીસું વગેરે) જે સામાન્ય રીતે વિવિધ ઉદ્યોગોના ઈન્પુટ્સ તરીકે ઉપયોગમાં લેવાય છે.
(2) કીમતી ધાતુઓ (સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે) કે જે મોટા પ્રમાણમાં મૂલ્યના સંગ્રહ તરીકે વપરાય છે અને એ સાથે જ ઔદ્યોગિક ઈન્પુટ્સ તરીકે પણ વપરાય છે.
(3) ઊર્જા (એનર્જી) પ્રોડક્ટ્સઃ મુખ્યત્વે ઉદ્યોગો ચલાવવા માટે બળતણ (ક્રૂડ તેલ, કુદરતી ગેસ, કોલસો, વીજળી વગેરે) તરીકે ઉપયોગમાં લેવાય છે, ખાસ કરીને શિપિંગ અને પરિવહન ઉદ્યોગો માટે તેમ જ ઔદ્યોગિક ઈનપુટ્સ તરીકે વપરાય છે.
(4) રોકડાનાં પાક સહિતના કૃષિ ઉત્પાદનો, જેનો ઉપયોગ ખોરાક અને કૃષિ ઉદ્યોગોમાં ઈનપુટ્સ તરીકે થાય છે.બહુ ઓછા ટ્રેડિંગ સેન્ટરોમાં કોમોડિટી બેન્ચમાર્ક ટ્રેડિંગ અને વધુ વૈશ્વિકરણને કારણે વપરાશકર્તાઓને કોમોડિટીના વૈશ્વિક ભાવની વધઘટની સીધી અસર થાય છે.

1990ના દાયકાના અંતમાં ભારતે પણ સ્થાનિક ઉત્પાદકોને, પ્રોસેસરો અને ગ્રાહકોને તેમની કોમોડિટી હેજિંગ જરૂરિયાતો માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ આપવાની જરૂરિયાતને અનુભવી. વિદેશી કોમોડિટીના ભાવના જોખમના હેજિંગ સાથે રૂપી કરન્સીનું જોખમ પણ સંકળાયેલું હોય છે. જ્યારે નિકાસકારો કે આયાતકારો અથવા મોટા સ્થાનિક કોર્પોરેટ્સ પાસે ચલણના હેજિંગની કુશળતા હોય ત્યારે, એસએમઈ જેવા ઓછા અત્યાધુનિક ખેલાડીઓ માટે ચલણના જોખમનું હેજિંગ મહત્વનું બની જાય છે. આ સંદર્ભમાં, સ્થાનિક એક્સચેન્જો એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, કારણ કે સ્થાનિક એક્સચેન્જો પર હેજિંગ ચલણના જોખમને દૂર કરે છે. સ્થાનિક એક્સચેન્જ પર કોમોડિટી હેજિંગને પ્રોત્સાહન આપવું આવશ્યક છે.

વિદેશી બજારમાં પોતાની કોમોડિટીના ભાવના જોખમને હેજ કરનાર માટે સ્થાનિક એક્સચેન્જ પર તેમના જોખમો હેજ કરવું વધુ હિતાવહ છે. આ સંબંધમાં એક્સચેન્જો સહિતના તમામ હિતધારકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. ખાસ કરીને ઘરેલૂ બજારમાં જેઓ બિઝનેસ કરે છે, તેમને કોમોડિટીના ભાવ જોખમને હેજ કરવા માટે ભારતીય કોમોડિટી એક્સચેન્જો સારી પસંદગી છે, કારણ કે તેમને નિયમનકારી મંજૂરી માટે પેપરવર્કની કોઈ તકલીફ રહેતી નથી અને તેમને ફોરેક્સ જોખમને અલગથી હેજ કરવાની જરૂર રહેતી નથી. ઉદાહરણ તરીકે જ્યારે ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જોમાં ભાગ લે છે, ત્યારે તેમને ચલણની વધઘટના જોખમોનો સામનો કરવો પડતો હોય છે.

આ સામે એમસીએક્સ વિવિધ બુલિયન, બેઝ મેટલ્સ, કૃષિ અને ઊર્જા કોમોડિટીઝ માટે રૂપી આધારિત કોન્ટ્રેક્ટ્સ પૂરાં પાડે છે, જેથી બજારના સહભાગીઓને ફક્ત કોમોડિટીના ભાવના જોખમના હેજિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેતું હોય છે. આંતરરાષ્ટ્રીય એક્સચેન્જોની તુલનામાં ઘણી ભારતીય કંપનીઓ પણ જોખમોથી બચવા અને સસ્તા ખર્ચનો લાભ લેવા સ્થાનિક એક્સચેન્જ તરફ વળી છે. ભારતીય કોર્પોરેટ્સ માટે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જમાં તેમની કોમોડિટીના ભાવના જોખમને હેજ કરવાના કારણોમાંનું એક છે સ્થાનિક બજારોમાં માર્જિનિંગ સિસ્ટમ, જે હેજર્સ માટે તુલનાત્મક રીતે બોજારૂપ છે.

- text

કોમોડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ પર માર્જિન તેના આંતરરાષ્ટ્રીય સમકક્ષો કરતાં સ્થાનિક બજારોમાં વધારે છે. કોમોડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ પર લાગૂ માર્જિનમાં પ્રારંભિક માર્જિન, એક્સ્ટ્રીમ લોસ માર્જિન, વધારાનું માર્જિન અને કોન્સન્ટ્રેશન માર્જિન્સ છે. આ માર્જિન ઉપરાંત, દિવસના અંતે પોઝિશનના હિસાબે માર્ક-ટુ-માર્કેટ પતાવટ થતી હોય છે. સ્પાનના ઉપયોગના આધારે પોર્ટફોલિયોના આધારે એકંદરે ગ્રાહક સ્તરે પણ માર્જિનની ગણતરી કરવામાં આવે છે. ટ્રેડિંગ સભ્ય સ્તર પર ગ્રાહક સ્તરનું માર્જિન અને ત્યારબાદ ક્લિયરિંગ સભ્ય સ્તરે માર્જિનની ગણતરી કરવામાં આવે છે.

આ ઉપરાંત, સીએમઈ અને એલએમઈ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રારંભિક માર્જિન, જાળવણી માર્જિન અને વિવિધતા માર્જિન લાગૂ પડતા હોય છે. આ બજારોમાં ક્લાયન્ટ ઓમનીબસના આધારે અથવા અલગ-અલગ ક્લાયન્ટ એકાઉન્ટના આધારે ટ્રેડ કરવાનું પસંદ કરી શકે છે. ક્લાયન્ટ અલગ-અલગ એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરે તો ક્લિયરિંગ સભ્ય અથવા ક્લિયરિંગ કોર્પોરેશન પાસે કોલેટરલ પોસ્ટ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ્સ મોટાભાગે ઓમનીબસના આધારે વેપાર કરે છે. એક ઓમનીબસ ક્લાયન્ટ બહુવિધ પેટા ક્લાયન્ટ એકાઉન્ટ ધરાવી શકે છે અને ઓમનીબસ એકાઉન્ટ હેઠળના તમામ પેટા ક્લાયન્ટ એકાઉન્ટ્સના માર્જિન્સ નેટ લેવલે હોય છે.

સ્થાનિક કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારોમાં માર્ક-ટુ-માર્કેટ (એમટીએમ)ની પતાવટ રોકડમાં થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેને માર્જિન તરીકે ગણવામાં આવે છે. સ્થાનિક એક્સચેન્જોમાં, માર્જિન માટે ગ્રાહકો બેન્ક એફડીઆર, બેન્ક ગેરેન્ટીઝ, સિક્યોરિટીઝ અને કોમોડિટીઝના રૂપમાં કોલેટરલ રજૂ કરે છે. માર્જિનના હેતુ માટે અને માર્કેટના નુકસાનને ધ્યાનમાં રાખતા ગ્રાહકોએ ક્લિયરિંગ મેમ્બર અને સીસીને આગળની રેમિટન્સ માટે ટ્રેડિંગ સભ્યોને ફંડ ટ્રાન્સફર કરવું પડે છે. સીએમઈ અને એલએમઈ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં, જો ગ્રાહક પૂરતા કોલેટરલ જાળવી રાખે, તો માર્ક-ટુ-માર્કેટ નુકસાન કોલેટરલ અને ક્લિયરિંગ મેમ્બર માટેના ફંડ્સ એમટીએમ પતાવટ સામે એડજસ્ટ કરવામાં આવે છે અને એમટીએમ ખોટના ફંડીંગ માટે વ્યાજ વસૂલ કરે છે. ક્લિયરિંગ મેમ્બર મોટાભાગે બેન્કો હોય છે અને તેઓ એમટીએમ સેટલમેન્ટને ફંડ આપે છે. સ્થાનિક બજારમાં, ઘણી ઓછી બેન્કો ક્લિયરિંગ સભ્યો તરીકે કામ કરે છે અને તેઓ ફક્ત સંસ્થાકીય ગ્રાહકોને ક્લિયરિંગ સેવાઓ પૂરી પાડે છે, તેથી બેન્કિંગ ચેનલ દ્વારા હેજર્સને થયેલા એમટીએમ નુકસાન માટેનું ફાઈનાન્સિંગ, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રચલિત છે, તે સ્થાનિક બજારોમાં ઉપલબ્ધ નથી.

કોમોડિટીમાં હેજિંગ પ્રવૃત્તિ એ લિક્વિડ પ્રાઇસિંગ બેન્ચમાર્કની ઉપલબ્ધતા અને બેન્ચમાર્કના આંતરરાષ્ટ્રીયકરણનું કાર્ય પણ કરે છે. સામાન્ય રીતે, પ્રાઇસિંગ બેન્ચમાર્કનાં વધુ આંતરરાષ્ટ્રીયકરણ (દા.ત. ક્રૂડ તેલ માટે બ્રેન્ટ અથવા એલબીએમએ લંડન ગોલ્ડ પ્રાઇસ) સાથે હેજ કરવું વધુ સરળ હોય છે અને તેથી વધુ હેજિંગ પ્રવૃત્તિ જોવા મળે છે. લિક્વિડ બેન્ચમાર્ક મોટી સાઈઝ માટે પણ હેજિંગને સક્ષમ બનાવે છે, સામાન્ય રીતે કોમોડિટીમાં થોડા બેન્ચમાર્ક કરતાં વધુ હોતા નથી. ઉદાહરણ તરીકે, યુરોપમાં બ્રેન્ટ અને યુએસમાં ડબલ્યુટીઆઈનું વર્ચસ્વ છે. મોટાભાગની બેઝ મેટલના બેન્ચમાર્ક ભાવ લંડન મેટલ એક્સચેન્જના ભાવ પર આધારિત હોય છે.
ઈક્વિટીમાં કેશ માર્કેટ માર્જિન ટ્રેડિંગ સુવિધા કેટલાક સ્ટોક બ્રોકર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેમને એક્સચેન્જ દ્વારા અધિકૃત કરવામાં આવે છે અને તે સેબી દ્વારા માન્ય છે. આવા સ્ટોક બ્રોકર્સ સિક્યોરિટીઝ મૂલ્યના 50 ટકા જેટલું ફંડ મેળવી શકે છે. જોકે, કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સેબી દ્વારા આવી સુવિધાને મંજૂરી નથી.

ઘરેલૂ બજારોમાં તેમની પોઝિશનોની ચોક્કસ ટકાવારીના ભાવ જોખમને હેજ કરવાનું હેજરો માટે આરબીઆઈ અને સેબીએ ફરજિયાત બનાવવું પડશે. સોનામાં જ્યારે આરબીઆઈએ આંતરરાષ્ટ્રીય બજારોમાં હેજિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે સ્થાનિક બજારોએ હેજિંગ માટે હેજર્સને અસરકારક વિકલ્પ પૂરાં પાડ્યાં હતાં. અન્ય કોમોડિટીઝમાં પણ જો નિયમનકારો ધીમે-ધીમે આવા પગલાંઓનો અમલ કરે, તો તેનાથી કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સહભાગીતા વધશે અને ભાવ શોધમાં સુધારો થશે.

- text