મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમાબેન ચાવડાની બિનહરીફ વરણી

- text


કોંગ્રેસ તરફથી ફોર્મ ન ભરાતા ભાજપના હોદદેરોની બિનહરીફ વરણી

મોરબી : મોરબી તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે રમાબેન કાનજીભાઈ ચાવડા અને ઉપપ્રમુખ તરીકે મીનાબા વિક્રમસિંહ ઝાલાની આજે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી એકપણ ફોર્મ ન ભરાતા ભાજપના હોદેદારોની બીનહરીફ વરણી કરવામાં આવી હતી.

- text

મોરબી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 26 બેઠકો પૈકી કોંગ્રેસને 7 અને ભાજપને 19 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદેદારોની પ્રાંત અધિકારી ડી.ઓ.ઝાલાના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી. જોકે, આ ચૂંટણી માટે ભાજપ પાર્ટી આદેશ મુજબ ગઈકાલે પાનેલી બેઠક ઉપરથી ચૂંટાયેલા રમાબેન કાનજીભાઈ ચાવડાએ પ્રમુખ તરીકે અને પંચાસર બેઠક ઉપરથી ચૂંટાયેલા મીનાબા વિક્રમસિંહ ઝાલાએ ઉપ પ્રમુખ માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. પરંતુ કોંગ્રેસ તરફથી એકપણે દાવેદારી ન નોંધાવતા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પાનેલી બેઠક ઉપરથી ચૂંટાયેલા રમાબેન કાનજીભાઈ ચાવડા અને ઉપપ્રમુખ તરીકે પંચાસર બેઠક ઉપરથી ચૂંટાયેલા મીનાબા વિક્રમસિંહ ઝાલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

- text