મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા એકવર્ષ બાદ ફરીથી સફાઈ ઝુંબેશ શરુ કરાઈ

- text


સ્વચ્છતા અભિયાન સમિતિ, નગરપાલિકા અને ડોક્ટર એસોસિએશન દ્વારા આજથી ફરી દર રવિવારે સફાઈ અભિયાન શરૂ

મોરબી : મોરબી શહેરને સ્વચ્છ અને સુધડ બનાવવા માટે 1 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી સ્વચ્છતા અભિયાન સમિતિ મેદાને આવી છે. આજથી સ્વચ્છતા અભિયાનને ફરીથી પૂર્વવર્ત કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છતા અભિયાન સમિતિ અને નગરપાલિકા તેમજ ડોક્ટર એસોસિએશન દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામેના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

મોરબીને ફરી પેરિસ તરીકેની ઓળખ અપવવા માટે અપના હાથ જગન્નાથના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા શિક્ષિતો, ઉધોગકારો, વેપારીઓ, ડોકટરો તથા સમાજસેવીઓએ આગળ આવીને મોરબીની સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે અગાઉ સ્વચ્છતા અભિયાન સમિતિનું ગઠન કર્યું હતું. હમ ચલતે ઓર કાંરવા બનતા ગયાની જેમ મોરબીની સ્વચ્છ બનાવવા સફાઈ અભિયાન આગળ ધપતાની સાથે જ સવયભુ લોકો જોડતા ગયા. આજે સ્વચ્છતા અભિયાન સમિતિ વટવૃક્ષ બની ગઈ છે.ત્યારે ગત વર્ષે કોરોના મહામારીને કારણે આ સફાઈ અભિયાનમાં એક વર્ષ સુધી બ્રેક પડી હતી.

એક વર્ષના લાંબા અંતરાલ બાદ નવા જોશ અને ઉમગ સાથે સ્વચ્છતા અભિયાન સમિતિએ મોરબીની સ્વચ્છ બનાવવા માટે ફરી સ્વચ્છતા અભિયાનને વેગવતું બનાવવા માટે ગાંઠ વાળી લીધી છે અને આજથી સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજ રોજ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા પહેલા “સરદાર પટેલ” ની પ્રતિમા અને બાદ માં સ્વચ્છતા રોડ ની સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાન માં નગરપાલિકા નો સફાઈ સ્ટાફ તેમજ વોર્ડ નં 8 ના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રભુભાઈ ભૂત, મંજુલાબેન દેત્રોજા અને ક્રિષ્નાબેન દસાડિયા જોડાયા હતા. તે ઉપરાંત ડો. જયંતીભાઈ ભાડેસીયા પણ જોડાયા હતા. આ અભિયાન દરમિયાન સ્વચ્છતા અભિયાન ની ટિમ દ્વારા કાઉન્સિલરો પાસે આ રોડ ના વિકાસ અને સ્વચ્છતા બાબતે દરેક મુદ્દા પર રજૂઆતો કરાઈ અને તાકીદે આ રોડ પર સ્વચ્છતા જળવાઈ રહે એવી માંગણી કરાઈ. તે ઉપરાંત આનંદ સ્ટેશનરી થી મહાવીર સોસાયટી સુધી તૂટેલા સિમેન્ટ રોડ ની રીપેરીંગ કરવાની ખાતરી લીધેલ. અને આ બધી સુવિધાઓ આપવા દરેક કાઉન્સિલર સહમત થઇ ભવિષ્ય માં તમામ બાબતો નું નિરાકરણ આવશે એવી ખાતરી આપેલ છે.

- text

- text