વાંકાનેરમાં 48 વીજ જોડાણ કાપી નખાયા

- text


જાહેર ચેતવણી અપાયા બાદ શરૂ કરાઈ ડ્રાઈવ

(કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરમાં નાયબ ઈજનેર શહેર પેટા વિભાગીય PGVCL કચેરી દ્વારા ડિસકનેકશન ડ્રાઈવ શરૂ કરાતા લાંબા સમયથી વીજ બિલ ન ભરનાર ગ્રાહકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

કચેરીનાં જવાબદાર ઈજનેરનાં જણાવ્યા મુજબ લાંબા સમયથી વીજ બિલ ન ભરનાર ગ્રાહકો પાસેથી વીજ બિલ વસુલાત શરૂ કરાઈ છે. માર્ચ એન્ડીગ એટલે કે 31 માર્ચ સુધી શહેરી વિભાગમાં આ ડ્રાઈવ ચાલુ રખાશે. જેમાં લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ ન કરી શકનાર ગ્રાહકોને જાહેર ચેતવણી અપાયા બાદ આ ડ્રાઇવ શરૂ કરાઈ છે. અને અલગ-અલગ 12 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે વીજ બિલ ન ભરી શકનાર 48 જેટલા ગ્રાહકોનાં વીજ જોડાણ કાપી નાખવામાં આવતા લાંબા સમયથી વીજ બિલ ન ભરનાર ગ્રાહકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.

- text

 

 

- text