મોરબીમાં લીમડાના ઝાડે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું

- text


મોરબી :મોરબીમાં લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં રહેતા મૂળ છોટાઉદેપુરના વતની હરિનાથભાઇ ઉર્ફે હરીસભાઇ નગીનભાઇ રાઠવા (ઉ.વ.૨૯) નામના યુવાને ગઇકાલે તા.૧૦ ના રોજ કોઈ કારણસોર જુના ધરમપુર ગામની સીમ એ.જે.માઇક્રોન કારખાનાની સામે તલાવડી પાસે માની વાડી તરીકે ઓળખાતી વાડીએ લીમડાની ડાળીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text