મોરબી : ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી, જુઓ વિડિઓ

- text


વિશિપરામાં આવેલા ભંગારના ડેલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો

મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા વિજયનગર વિસ્તારમાં ભંગારના ડેલામાં મોડી રાત્રીના આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસ રહેતા લોકોમાં અફડા તફડી મચી ગઇ હતી.

- text

ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઇ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. વિશિપરામાં આવેલા ભંગારના ડેલામાં પડેલો લાકડા સહિતનો ભંગાર આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભંગારના ડેલાની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી થોડીવાર માટે અફડા તફડી મચી ગઇ હતી. અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા મુજબ હાલ આગ પર કાબુ મેળવાય ગયો છે. આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.

 

- text