આમરણ પાસે કપાસ ભરેલો ટ્રક ઊંધો વળી ગયો

- text


 

મોરબી : આમરણ પાસે આજે સાંજના અરસામાં કપાસ ભરીને જતા એક ટ્રકને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ ટ્રક ઓવરલોડિંગના કારણે ઊંધો વળી જતા તેમાં બેઠેલા લોકોને ઇજાઓ પહોંચી હતી. એક વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે બાકીના લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.આ અંગે જાણ થતા 108ની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચીને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જોડિયા ખાતે હોસ્પિટલમાં પહોંચાડયા હોવાનું જાણવા મળ્યું છે.

- text