મોરબી પાલિકા કપિલા હનુમાન પાસે રસ્તો પહોળો કરવા ડીમોલેશન હાથ ધરશે

- text


8 આસામીઓને નોટિસ : વારંવાર સર્જાતા અકસ્માતનો પ્રશ્ન દૂર કરવા ભૂગર્ભની જાળીઓ હટાવાઈ

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા કપિલા હનુમાન પાસે રસ્તો પહોળો કરવા ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે. જે માટે 8 આસામીઓને નોટિસો પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે વાવડી રોડ ઉપર કપિલા હનુમાન પાસે ભૂગર્ભની જાળીના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાની ફરિયાદ મળી હતી. જેને પગલે પાલિકાએ આ પ્રશ્ન દૂર કરવા ત્યાંથી જાળીઓ હટાવી દીધી છે અને પાઇપ મુક્યા છે. ઉપરાંત ત્યાં નાલું સાંકળુ હતું તેને પણ હટાવી પહોળો રસ્તો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અહીં ટ્રાફિકનો પ્રશ્ન નિવારવા માટે આગામી અઠવાડિયામાં દબાણો હટાવવામાં આવશે. આ માટે 8 જેટલા આસામીઓને તેમના ઘર અને કેબીનો સહિતના દબાણો હટાવી લેવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે.

- text

- text