હળવદના NMMSના પરીક્ષાર્થીઓના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર

- text


મોરબી : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કીમ હેઠળ મોરબી જિલ્લામાં આગામી તા. ૧૪/૦૩/૨૦૨૧ ના રોજ NMMS પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા માટે હળવદની તક્ષશીલા વિદ્યાલયનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ હતું જોકે હવે તેમાં ફેરફાર કરાયો છે. તક્ષશીલા વિદ્યાલય કેન્દ્રના પરીક્ષાર્થીઓને હવે હળવદની મંગલમ્ વિદ્યાલય ખાતે પરીક્ષા આપવાની રહેશે.

- text

મોરબી જિલ્લામાં કુલ – ૧૦ કેન્દ્રો ખાતે NMMSની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હળવદની તક્ષશીલા વિદ્યાલય ખાતે ૧૨ બ્લોક ફાળવેલ છે. જોકે આ બિલ્ડીંગમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીનું પણ કેન્દ્ર ફાળવેલ હોય NMMS પરીક્ષા માટે સ્થળમાં ફેરફાર કરાયો છે.

હવે આગામી તા. ૧૪/૦૩/૨૦૨૦ ના રોજ હળવદની તક્ષશીલા વિદ્યાલય ખાતે NMMS પરીક્ષા આપવા જનાર સર્વે પરીક્ષાર્થીઓએ હળવદની મંગલમ વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા જવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રની ફેરફાર અંગે સર્વે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.

- text