ત્રાજપર ચોકડીથી કુબેર ચોકડી સુધી ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબીમાં બપોરના સમયે ત્રાજપર ચોકડીથી કુબેર ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેના લીધે નાના-મોટા વાહનોના થપ્પા લાગ્યા હતા. તેમજ આ રોડ પર અનેક ખાડા-ખબડાઓ છે. આથી, ખાડાઓના લીધે વાહનોને નુકસાન થતું હોવાની રાવ ઉઠી છે. ટ્રાફિક અને ખાડાઓના લીધે વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રોડ પર ખાડાઓ અને ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થાય તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.

- text

- text