મોરબી તાલુકા પંચાયતમાં પરિવર્તનનું તોફાન : 19 બેઠક સાથે ભાજપ સતા ઉપર

- text


મોરબીની ગ્રામ્ય જનતાએ મક્કમ મને ભાજપ ઉપર મત વરસાવ્યા : ભાજપને 19 કોંગ્રેસને માત્ર 7 બેઠક

મોરબી : મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી 19 બેઠકો ઉપર ભાજપને ઝળહળતો વિજય મળ્યો છે, વર્ષ 2015માં કોંગ્રેસને લોકોએ ભારે બહુમતી સાથે વિજયી બનાવવા છતાં કોંગ્રેસ શુશાસન આપી ન શકતા મતદારોએ કોંગ્રેસને જાકારો આપી પરિવર્તનનું તોફાન સર્જી વિકાસને તક આપી છે.

મોરબી જિલ્લામાં વર્ષ 2015માં નગરપાલિકાથી લઇ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પાટીદાર અનામત આંદોલનની સીધી અસરરૂપે કોંગ્રેસને ભરપૂર ફાયદો થયો હતો પરંતુ પ્રજાજનોના જનસમર્થનને કોંગ્રેસના શાસકોએ પક્ષપલટો અને આંતરિક કલહમાં વેડફી નાખતા આ વર્ષે ફરી મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયો માહોલ છવાયો છે,આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 19 બેઠકો ઉપર ભાજપ અને માત્ર 6 બેઠક ઉપર કોંગ્રેસને વિજય મળ્યો હતો.

મોરબી તાલુકા પંચાયતમાં વિજેતા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

- text

1-આમરણ-જાગૃતિબેન યોગેશકુમાર વાધડીયા-ભારતીય જનતા પાર્ટી-2058-ચુંટાયેલ
2-બગથળા-ગીતાબેન કીશોરભાઇ બાવરવા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2829-ચુંટાયેલ
૩-ભડીયાદ-દિપક કાવજીભાઇ મોડીયા-ભારતીય જનતા પાર્ટી-2619-ચુંટાયેલ
4-ગાળા-હંસાબેન દિલીપભાઇ દલસાણિયા-ભારતીય જનતા પાર્ટી-3300-ચુંટાયેલ
5-ઘુંટું-વિનોદભાઇ લાલજીભાઇ ચૌહાણ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ–2116-ચુંટાયેલ
6-જાંબુડીયા-હંસાબેન ગોરધનભાઇ સોલંકી-ભારતીય જનતા પાર્ટી-1871-ચુંટાયેલ
7-જેત૫ર-જયોતીબેન રાજેશભાઇ પરસાડીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1927-ચુંટાયેલ
8-જુના નાગડાવાસ-કિરણબેન જયેશભાઇ રાઠોડ-ભારતીય જનતા પાર્ટી-1689-ચુંટાયેલ
9-ખાખરાળા-દેવજીભાઇ આયદાનભાઇ સવસેટા (ભુપતભાઇ)-ભારતીય જનતા પાર્ટી-1783-ચુંટાયેલ
10-ખાન૫ર-યોગેશ ભીમજીભાઇ અમૃતિયા (નેપાળી)-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2901-ચુંટાયેલ
11-ખારચીયા-મુરૂભાઇ કારૂભાઇ કુંભરવડીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2427-ચુંટાયેલ
12-ખરેડા-અશોકભાઇ વાલજીભાઇ દેસાઇ-ભારતીય જનતા પાર્ટી-2307-ચુંટાયેલ
13-મહેન્દ્રનગર-૧-ભાવનાબેન જયંતીલાલ શેરસીયા-ભારતીય જનતા પાર્ટી–1622-ચુંટાયેલ
14-મહેન્દ્રનગર-૨-રસીલાબેન ઘોઘાભાઇ સીપરા-ભારતીય જનતા પાર્ટી-2599-ચુંટાયેલ
15-મકનસર-રાજેશ જમનાદાસ પરમાર-ભારતીય જનતા પાર્ટી-2810-ચુંટાયેલ
16-મોડ૫ર-રંજનબેન અશોકભાઇ બાવરવા-ભારતીય જનતા પાર્ટી-2154-ચુંટાયેલ
17- નાની વાવડી-રમાબેન પરેશકુમાર રૂપાલા -ભારતીય જનતા પાર્ટી-3696-ચુંટાયેલ
18-નવા સાદુળકા-ગીતા હર્ષદભાઇ પાંચોટીયા-ભારતીય જનતા પાર્ટી-2945-ચુંટાયેલ
19-પંચાસર-મીનાબા વિક્રમસિંહ ઝાલા-ભારતીય જનતા પાર્ટી-2872-ચુંટાયેલ
20-પાનેલી-રમાબેન કાનજીભાઇ ચાવડા-ભારતીય જનતા પાર્ટી-2425-ચુંટાયેલ
21-પી૫ળી-રાકેશભાઇ જશવંતભાઇ કાવર-ભારતીય જનતા પાર્ટી-2961-ચુંટાયેલ
22-રવા૫રા-૧-ચિરાગ શિવલાલભાઇ કાસુન્દ્રા-ભારતીય જનતા પાર્ટી-3480-ચુંટાયેલ
23-રવા૫રા-૨-કેતન રમેશ મારવણિયા-ભારતીય જનતા પાર્ટી-3012-ચુંટાયેલ
24-શક્ત શનાળા-રજનીકાંત રામજીભાઇ શીરવી-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2475-ચુંટાયેલ
25-ત્રાજ૫ર-૧-અશ્વિન ગોરધન પાટડિયા-ભારતીય જનતા પાર્ટી -1552-ચુંટાયેલ
26-ત્રાજ૫ર-૨-નાથાભાઇ સાંમતભાઇ ડાભી-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1837-ચુંટાયેલ

- text