હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

- text


તાલુકા પંચાયતની 20 પૈકી 16 બેઠકો ભાજપને, 3 કોંગ્રેસને અને એક બેઠક અપક્ષને

હળવદ : આજે હાથ ધરવામાં આવેલી હળવદ તાલુકા પંચાયતની મતગણતરીમાં 20 બેઠકો પૈકી ભાજપે 16 બેઠકો ઉપર જીત મેળવી છે અને કોંગ્રેસને માત્ર છ બેઠકો ઉપર જ જીત મેળવી સંતોષ માનવો પડ્યો છે હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક અપક્ષને ફાળે ગઈ છે.નોંધનીય છે કે ગત ચૂંટણીમાં હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો કોંગ્રેસે કબ્જે કરી હતી પરંતુ આ વખતે જિલ્લા પંચાયતની એકમાત્ર ટીકર બેઠક કોંગ્રેસ જાળવી શકી છે. આમ હળવદ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજ્પનો ભગવો લહેરાયો છે.

હળવદ તાલુકા પંચાયતમાં વર્ષ 2015માં 12 બેઠક સાથે સતા સ્થાને બેસનાર કોંગ્રેસને અઢી વર્ષના શાસનમાં જ આંતરિક કલહને કારણે બળવો થતા બે સભ્યો ભાજપમાં ભળી જતા ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો સાંભળી લીધા હતા બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ પક્ષપલટો કરી ભાજપમાં ભળી જતા હળવદ તાલુકામાં કોંગ્રેસનો રકાસ થયો હોવાનું આજે આવેલા પરિણામ ઉપરથી સ્પષ્ટ બન્યું છે.

- text

હળવદ તાલુકા પંચાયતની તમામ બેઠકના વિજેતા ઉમેદવારોના પરિણામ નીચે મુજબ છે.

1-અજીતગઢ-દયાબેન હરેશભાઇ કુુરીયા-ભારતીય જનતા પાર્ટી-1804-ચુંટાયેલ
2-ચરાડવા-શાંતાબેન માવજીભાઇ માકાસણા-અપક્ષ-1956-ચુંટાયેલ
3-ચુંપણી-ગૌરીબેન હેમુભાઇ કોળી-ભારતીય જનતા પાર્ટી-1322-ચુંટાયેલ
4-દિઘડીયા-બળદેવભાઇ કમાભાઇ કાંજીયા-ભારતીય જનતા પાર્ટી-1811-ચુંટાયેલ
5-ઘનશ્યામપુર-લીલાપરા નીરુબેન ભુપતભાઇ-ભારતીય જનતા પાર્ટી-1296-ચુંટાયેલ
6-ઇશનપુર-પરમાર દિપકભાઇ તેજાભાઇ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1917-ચુંટાયેલ
7-જુના દેવળીયા-પ્રવિણભાઇ માવજીભાઇ સરાવાડીયા-ભારતીય જનતા પાર્ટી-2028-ચુંટાયેલ
8-કડીયાણા-રમેશભાઇ કાંતિલાલ ઝીંઝૂવાડિયા-ભારતીય જનતા પાર્ટી 2032-ચુંટાયેલ
9-કવાડીયા-ગણેસીયા ભરતભાઇ દેવજીભાઈ-ભારતીય જનતા પાર્ટી-1403-ચુંટાયેલ
10-માલણીયાદ-મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા-ભારતીય જનતા પાર્ટી-2549-ચુંટાયેલ
11-માથક-બકુબેન નાનુભાઇ પઢીયાર-ભારતીય જનતા પાર્ટી-1460-ચુંટાયેલ
12-મયુરનગર-ઝાલા હર્ષાબા ધર્મેન્દ્રસિંહ -ભારતીય જનતા પાર્ટી-3073-ચુંટાયેલ
13-નવા દેવળીયા-રેખાબેન મનસુખભાઇ પટેલ-ભારતીય જનતા પાર્ટી-2159-ચુંટાયેલ
14-નવા ઘનશ્યામગઢ-કોકીલાબેન ધીરજલાલ માકાસણા-ભારતીય જનતા પાર્ટી-1791 -ચુંટાયેલ
15-રણમલપુર-અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા-ભારતીય જનતા પાર્ટી 2744-ચુંટાયેલ
16-રણછોડગઢ-નેહાબેન સુરેશભાઇ સિહોરા-ભારતીય જનતા પાર્ટી-1541-ચુંટાયેલ
17-રાણેકપર-અનીલભાઇ હેમુભાઇ બાબરીયા-ભારતીય જનતા પાર્ટી 1633-ચુંટાયેલ
18-રાતાભે-નિલેશભાઈ ધનજીભાઈ ગામી-ભારતીય જનતા પાર્ટી-2550-ચુંટાયેલ
19-સાપકડા-ઝાલા મહિપાલસિંહ રાજેંન્દ્રસિંહ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1613-ચુંટાયેલ
20-ટીકર(રણ)-પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇ–ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2527-ચુંટાયેલ

- text