મોરબીમાં જલારામ મંદિર દ્વારા દિવ્યાંગને સાઇકલ અર્પણ કરાઈ

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા હરહંમેશ સામાજીક જવાબદારીનુ વહન કરવામા આવે છે ત્યારે નાત-જાતના ભેદભાવ વિના સેવા પ્રદાન કરતી મોરબીની આ સંસ્થા દ્વારા મુસ્લીમ વિકલાંગને સાયકલ અર્પણ કરી સામાજીક સમરસતા તથા કોમી એકતાનુ ઉમદા દ્રષ્ટાંત પુરુ પાડ્યુ છે.

મોરબીના ભવાની ચોકમાં રહેતા હુસેનશા શામદાર કલર કામના વ્યવસાય સાથે જોડાયેલ હતા. તેમને ડાયાબિટીસનો રોગ થયા બાદ પગમા ઈજા થઈ હતી. પણ તેમા રુજ ન આવતા તેમનો પગ કપાવવો પડ્યો હતો. બાદમાં તેમને પગ વિના જીવન જીવવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ તેમની વહારે આવ્યા હતા.

જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શ્રી દરિયાલાલ ઈલેક્ટ્રોનિક્સ તથા શ્રી દરિયાલાલ ફેશનના સહયોગથી હુસેનશાને ટ્રાયસિકલ અર્પણ કરવામા આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મો.ન.પા. પૂર્વ ચેરમેન ભાવીન ઘેલાણી, જગુભાઈ તુલસીયાણી, દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા), રઘુવંશી યુવક મંડળ મોરબીના પ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, લોહાણા વિદ્યાર્થી ભવન મોરબીના મંત્રી અશોકભાઈ પાવાગઢી, કે. પી. ભાગીયા, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, હીતેશ જાની, બકુલભાઈ રાચ્છ, આમદશા શામદાર, શ્રીકાંતભાઈ પટેલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યું છે.

- text

- text