ટંકારા તાલુકા પંચાયતમાં 4 ફોર્મ પરત ખેંચાયા : 47 ઉમેદવારો મેદાનમાં

- text


સાવડી બેઠક ઉપર કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિહારીફ: બળવો કરનાર જિલ્લા ભાજપના યુવા મંત્રીના માતા સહિત ચાર ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા

ટંકારા : ટંકારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેના ચૂંટણી જંગમાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ બન્યું હતું.જેમાં બળવો કરનાર જિલ્લા ભાજપના યુવા મંત્રીના માતા સહિત ચાર ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા હતા.આથી હવે ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં હવે 47 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી જંગ માટે આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે એક કોંગ્રેસ, એક આપ અને બે અપક્ષ સહિત ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.જેમાં ટંકારાના જિલ્લા યુવા ભાજપના મંત્રીની માતા અમૃતાબેન મગનભાઈ ઘોડાસરાની ટિકિટ કપાતા તેઓએ બળવો કરીને ટંકારાની ઓટાળા સીટ ઉપર અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.પણ આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પાણીમાં બેસી જતા તેઓએ ફોર્મ પરત ખેંચી લીધું હતું.

આવી રીતે મિતાણા-7 બેઠક પરના આપના ઉમેદવાર વસંતભાઈ સંઘાણીએ તેમજ ટંકારા- 1 બેઠકના અપક્ષ ઉમેદવાર કુસુમબેન સુરેશભાઈ કુકડીયાએ આજે ફોર્મ પરત ખેંચી લીધું હતું.જ્યારે ટંકારની સાવડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઢેઢી રીટાબેન ચંદ્રકાન્તભાઈએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.આ રીતે હવે ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં હવે 47 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ટંકારા તાલુકા પંચાયતના ઉમેદવારોની ફાઇનલ યાદી
તાલુકા પંચાયતની બેઠકો

ધુનડા

ભાજપ – નિમુબેન ડાયાલાલ ડાંગર
કોંગ્રેસ – કાસુંદ્રા જશુબેન મહાદેવભાઈ
આપ – ગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા
બસપા – કૈલાસબેન મગનભાઈ પરમાર


હડમતિયા

ભાજપ – શિલ્પાબેન દિલીપભાઈ કામરીયા
કોંગ્રેસ – કોરડીયા મનીષાબેન રાજેશભાઇ
બસપા – જનકબેન ગૌતમભાઈ ખાખરીયા


લજાઈ-1

ભાજપ – હંસાબેન ગુણવંતભાઈ ચાવડા
કોંગ્રેસ – સારેસા લાભુબેન જયંતીલાલ

- text


લજાઈ-2

ભાજપ – ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ જાડેજા
કોંગ્રેસ – મસોત પંકજકુમાર દયારામભાઈ


નસીતપર

ભાજપ – અરવિંદભાઈ ધનજીભાઈ ભાડજા
કોંગ્રેસ – કુંડારિયા વિપુલ હરગોવિંદભાઈ


ટંકારા-1

ભાજપ – સરોજબેન જીતુભાઇ ખોખાણી
કોંગ્રેસ – ભાલોડીયા નિમિષા અલ્પેશભાઈ
આપ – સુમિતાબેન શૈલેષભાઈ ધોરીયાણી
બસપા – દંતેસરીયા ભાવનાબેન નવઘણ ભાઈ
અપક્ષ -ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ


ટંકારા-2

ભાજપ -રમેશચંદ્ર બચુભાઇ કૈલા
કોંગ્રેસ – ત્રિવેદી ચેતનકુમાર રમણીકભાઈ
આપ – ધર્મેશભાઈ મણીલાલ કક્ક્ડ
અપક્ષ- મિતેષ ચંદ્રકાન્ત મહેતા
અપક્ષ -ઈરફાન હાસમભાઈ સોહવર્દી
અપક્ષ -રહિમભાઇ જીવાભાઇ ચૌઘરી


ટંકારા-3

ભાજપ -સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી
કોંગ્રેસ – ચૌધરી ઉસ્માનભાઈ હુસેનભાઈ
આપ – પંકજકુમાર ધીરજલાલ ત્રિવેદી


હરબટીયાળી

ભાજપ – છાયાબેન અરવિંદભાઈ માંડવિયા
કોંગ્રેસ – ઝાપડા જીગુબેન મહેશભાઈ
આપ – વર્ષાબેન લાલજીભાઈ બારૈયા


જબલપુર

ભાજપ – મણિલાલ ડાયાભાઇ કુંડલિયા
કોંગ્રેસ – સુરલીયા નિલેશભાઈ દયાલજીભાઈ
આપ – કૌશિક મગનભાઈ નારીયાણા


મિતાણા

ભાજપ – અરવિંદભાઈ મોહનભાઇ દુબરીયા
કોંગ્રેસ – સંઘાણી અશોકકુમાર ચકુભાઈ
અપક્ષ – રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા


નાના ખીજડિયા

ભાજપ – રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા
કોંગ્રેસ – દુધોરિયા અસ્માબેન મહમદઅલી
બસપા – ગીતા બેન પ્રવિણભાઈ ચોહાણ


નેકનામ

ભાજપ – અલ્પેશભાઈ ચુનીલાલ દલસાણીયા
કોંગ્રેસ – અઘેરા ધર્મેન્દ્ર ભાણજીભાઈ
આપ – નલિનભાઈ સવજીભાઈ દેત્રોજા
અપક્ષ – મુકેશભાઈ મગનભાઈ કોરિંગા


ઓટાળા

ભાજપ – સુનિતાબેન રમણિકભાઈ દેત્રોજા
કોંગ્રેસ – દેત્રોજા કિરણબેન નરેન્દ્રભાઈ


સાવડી

ભાજપ – કામરિયા પુષ્પાબેન પ્રભુલાલ (બિન હરીફ વિજેતા)


વિરવાવ

ભાજપ – ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા
કોંગ્રેસ – દુબરીયા ગીતાબેન રમેશભાઈ

- text