મોરબીના કૃષિ વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી મુકાવી

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલ ફ્રન્ટ લાઇન વર્કરોને કોરોના રસીકરણનો તબબકો ચાલી રહ્યો છે.અને ફ્રન્ટ લાઇન વર્કરોને કોરોનાની રસી મુકવામાં આવી રહી છે ત્યારે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનું કોરોના રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું અને કૃષિ વૈજ્ઞાનિક ડો.હેમાંગી બહેન મહેતા, દિલીપભાઈ સરડવા તથા તેમના સ્ટાફના નિલેશભાઈ તથા એગ્રીકલ્ચર ઓફિસર વીનુજી ઠાકોરે આજે covaxin નો પહેલો ડોઝ લીધો હતો.આ કૃષિ વૈજ્ઞાનિકોએ રસી મુકાવી કોઈ આડઅસર ન થતી હોવાનું જણાવીને જિલ્લાના તમામ ખેડૂતોને જ્યારે વારો આવે ત્યારે કોરોના રસી મુકવાનો અનુરોધ કર્યો છે.

- text

- text