9050 બેઠકો માટે ભાજપમાં બે લાખ કાર્યકર્તાઓએ ટિકિટ માંગી : સી.આર.પાટીલ

- text


જિલ્લા-તાલુકા પંચાયતોના ઉમેદવારોની જાહેરાતનું કાઉન્ટ ડાઉન

મોરબી : મોરબી સહીત રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવનાર છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર,પાટીલે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે પાલિકા પંચાયતની ચૂંટણીમાં બે લાખ ભાજપ કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી જેમાં ૯૦પ૦ લોકોને પસંદ કરી ટિકિટ ફાળવવામાં આવી છે.

- text

પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ આજે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે નગરપાલિકાઓ અને પંચાયતોના ઉમેદવાર પસંદગી અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ર૩૧ તાલુકા પંચાયતોની ૪૭૭૪, તથા ૩૧ જિલ્લા પંચાયતોની ૯૮૧ બેઠકો માટે સેન્સ લઇ લોકશાહી ઢબે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. ૬ર નગરપાલીકાઓની ર૭ર૦ અને ૬ કોર્પોરેશનોની પ૭૬ બેઠકો માટે ઉમેદવાર પસંદ કરાયેલ છે. ચારેય શ્રેણીમાં કુલ ર લાખ જેટલા કાર્યકરોએ ટીકીટ માંગેલ જેમાંથી ૯૦પ૦ કાર્યકરોને ટીકીટ આપી શકયા છીએ. ટીકીટની સંખ્યાની મર્યાદા અને નિયત માપદંડના કારણે બધાને ટીકીટ આપી શકાયેલ નથી.

- text